મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાતને લઈને ખોટી માહિતી ટ્વિટ કરનાર પત્રકારની ધરપકડ : એક આરોપીની શોધખોળ


SHARE







વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાતને લઈને ખોટી માહિતી ટ્વિટ કરનાર પત્રકારની ધરપકડ : એક આરોપીની શોધખોળ

મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો હતો ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે આવ્યા હતા અને આ મુલાકાત પાછળ ૩૦ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે તે પ્રકારની ટ્વીટરમાં ટ્વિટ ચૂંટણીનાં મતદાન પહેલા કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં તેને લઈને મોરબીના ચૂંટણી અધિકારી દ્વારા બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા વિધાનસભા મતદાન વિભાગના ચૂંટણી અધિકારી અને મોરબીના પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દક્ષ પટેલ અને સાકેત ગોખલે નામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીમાં ગત તા. ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને ત્યારબાદ તા. ૧/૧૧/૨૦૨૨ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં ઝુલતાપુલની દુર્ઘટનાને લઈને ઇજાગ્રસ્તો તેમજ સ્વજન ગુમાવનારા લોકોના પરિવારજનોને મળવા માટે તેમજ ઘટના સ્થળની મુલાકાતે આવ્યા હતા

ત્યારે મોરબીની વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવા અંગેની ખોટી માહિતી ટ્વિટર ઉપર ટ્વિટ કરીને મૂકવામાં આવી હતી અને ચૂંટણી આચારસહિતા અમલમાં હતી ત્યારે મતદાનને અસર થાય અને લોકોમાં ચૂંટણી અન્વયે વિવિધ વર્ગો વચ્ચે દુશ્મના વટ તેમજ તીરસકારની ભાવના ઉત્પન્ન થાય તે હેતુ સાથે ખોટી માહિતી ટ્વિટર ઉપર શેર કરી હતી જેથી હાલમાં ચૂંટણી અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદને ધ્યાનમાં રાખીને પોલીસે દક્ષ પટેલ અને સાકેત ગોખલે નામના બે શખ્સોની સામે લોકપ્રતિનીધીત્વ એકટ ૧૯૫૧ ની કલમ ૧૨૫ મુજબ ગુનો નોંધેલ છે

હાલમાં મોરબી જિલ્લા એસઓજીની ટીમે આ ગુનામાં પત્રકાર સાકેત સુહાસ ગોખલે જાતે મહારાષ્ટ્રીયન (૩૫) રહે. ૨૦૭ ન્યુ વેસ્ટ બંગાલ ભવન-૨, પંડિત ઉમાશંકર દિક્ષિત માર્ગ ચાણક્યપૂરી, નવી દિલ્હી મૂળ રહે. ૫૦૨ વિરલ એપાર્ટમેન્ટ, રાહુલ વિરલ હાઉસિગ કો-ઓપરેટિવ સોસાયટી સાઈ કૃપા કોમ્પ્લેક્ષ કાશી મીરા રોડ ઈસ્ટ મુંબઈ વાળાની ધરપકડ કરેલ છે અને દક્ષ પટેલ નામના શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News