મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી દુષ્કર્મ કેસના આરોપીઓને કડક સજાની વણકર સમાજ સેવા સમિતિ- યુવા આર્મી ગ્રુપની માંગ


SHARE











મોરબી દુષ્કર્મ કેસના આરોપીઓને કડક સજાની વણકર સમાજ સેવા સમિતિ- યુવા આર્મી ગ્રુપની માંગ

મોરબીમાં રાત્રી સફાઈ કરતી મહિલાને કારમાં લઈ જઈને તે મહિલા સાથે બે શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને દુષ્કર્મ આચારનારા બંને શખ્સ ઉપર ચોમેર ફિટકારની લાગણી વરસી રહી છે ત્યારે મહિલા સફાઈ કામદાર સાથે દુષ્કર્મ આચરવાની ઘટનામાં પકડાયેલા બંને આરોપીઓને આકરી સજા કરવાની હાલમાં યુવા આર્મી ગ્રુપ અને મોરબી-માળીયા-ટંકારા તાલુકા વણકર સમાજ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબીમાં સેવાકીય કામમાં મોખરે રહેતા યુવા આર્મી ગ્રૂપ દ્વારા મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને આરોપીઓનો કોઈ પણ સમાજ નથી હોતો જેથી કરીને જે કોઈ આરોપીહોય તેને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને ભોગ બનેલ મહિલાના પરિવારની સાથે યુવા આર્મી ગ્રૂપ હંમેશા ઊભું રહેશે અને પરિવારને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપેલ છે

તો મોરબી-માળીયા-ટંકારા તાલુકા વણકર સમાજ સેવા સમિતિ દ્વારા મોરબીમાં રાત્રી સફાઈ કરતાં આધેડ મહિલા કર્મચારીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે ઘટનાને લઈને આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે અને જરૂર પડ્યે ફાસ્ટટ્રેક કોર્ટમાં જવાની તૈયારી પણ આ સમિતિએ દર્શાવી છે.






Latest News