મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે કારખાનામાં રિપેરિંગ કામ સમયે મશીન ચાલુ થઈ જતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબીના મકનસર પાસે કારખાનામાં રિપેરિંગ કામ સમયે મશીન ચાલુ થઈ જતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના મકનસર ગામ પાસે આવેલ કોલસા દળવાના કારખાનામાં મશીનનું રીપેરીંગ કામ યુવાન કરી રહ્યો હતો ત્યારે રીપેરીંગ કામ સમયે કોઈ કારણોસર મશીન ચાલુ થઈ ગયું હતું જેથી કરીને મજૂર યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનો મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે આવેલ મિલેનિયમ સ્ટાઈલ નામના કારખાનામાં કોલસો દળવાના મશીનમાં સુજીતસિંહ સુદામસિંહ (ઉંમર ૨૦) નામનો યુવાન રીપેરીંગ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક મશીન ચાલુ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને ઇજા થઈ હોવાથી યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો અને ચાલુ સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

એસિડ પી જતા યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાના સણોસરા ગામનો રહેવાસી મેહુલ મુકેશભાઈ દવે નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના પાડાપુલ નજીક એસિડ પી ગયો હતો જેથી કરીને તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલ્યું હતું કે પત્ની સાથે થયેલ બોલાચાલી અને ઝઘડાનું માઠુ લાગી આવતા મેહુલ દવેએ મોરબીમાં સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતા સંબંધીને ત્યાં આવીને પાડાપુલ પાસે એસિડના બે-ત્રણ ઘૂંટડા પી લીધા હતા જેથી તેને અસર થતા સારવાર માટે ખસેડાયો હતો




Latest News