સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી


SHARE





ટંકારામાં ત્રણ દિવસથી ગુમ યુવાનની લાશ અમરાપર રોડ ઉપર આવેલ વાડીના કુવામાંથી મળી

ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ વાડીમાં આવેલ કુવામાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ત્યાં જ મોત નીપજતા મૃતક યુવાનના ડેડબોડીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બાદમાં ફોરેન્સાક પીએમ માટે મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો. આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ સીરાજભાઈ ઈબ્રાહીમભાઇ અબ્રાણીની વાડીએ આવેલ કુવામાં કોઈ કારણોસર અજય નીતિનભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 25) રહે. ઉગમણા નાકા ટંકારા વાળો પાણીમાં પડી જવાથી ડૂબી ગયો હતો અને ઘટના સ્થળે જ તે યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ કુવાના પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુમ થયેલ યુવાન છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયો હતો અને જાણવા મળ્યા મુજબ તેને પગના ભાગે સળિયા ફીટ કરેલા હોય અને તે સેન્ટીંગની મજુરીનું કામ કરતો હતો પણ તે મજુરી કામ તે કરી શકતો ન હોય અન્ય મજૂરી કામ શોધવા માટે જાવ છું તેમ કહીને તે ઘરેથી નીકળ્યો હતો. મૃતક અજય વાઘેલા બે ભાઈમાં મોટો અને અપરણિત હતો. દરમિયાનમાં કયા કારણોસર તેણે ઉપરોક્ત પગલું ભર્યું..? કે કોઈ અકસ્માત બનાવ બન્યો છે..? એ દિશામાં ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News