તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને જન સમર્થન આપવા યોગી આદિત્યનાથની મતદારોને અપીલ


SHARE











હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને જન સમર્થન આપવા યોગી આદિત્યનાથની મતદારોને અપીલ

મોરબી જિલ્લાના હળવદમાં આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ના સમર્થનમાં આ સભા રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હળવદ પંથકના લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને મોરબીમાં જુલતોપુલ તુટી પડવાની દુર્ઘટના બની હતી તેને યોગી આદિત્યનાથે યાદ કરી હતી અને દુઃખદ ઘટના ગણાવીને સંવેદનશીલ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબી વાસીઓની પડખે તાત્કાલિક ઉભા રહ્યા હતા તેવી લાગણી વ્યક્ત કરી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય પક્ષો દ્વારા તેના ઉમેદવારના વિજય માટે સભાઓ ગજવામાં આવી રહી છે જેના ભાગરૂપે હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં આજે હળવદમાં હરિ દર્શન હોટલની બાજુના ગ્રાઉન્ડમાં યુપીના સીએમ અને બુલડોઝર બાબાના નામથી જાણીતા યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને યોગી આદિત્યનાથનું આગમન થયું ત્યારે જય શ્રી રામ, વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવીને લોકોએ તેનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ તલવાર આપીને તેનું સન્માન હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા સહિતનાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આ સભાનું સંબોધન કરતા યોગી આદિત્યનાથે સૌપ્રથમ મોરબીમાં બનેલ ઝુલતાપુલ તૂટી પડવાની દુર્ઘટનાને યાદ કરીને દુઃખદ ઘટના હોવાનું તેમણે જણાવ્યું હતું અને ખાસ કરીને સંવેદનશીલ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક મોરબી વાસીઓની પડખે ઉભા રહ્યા હતા અને આ દુર્ઘટનામાં ઇજા પામેલા લોકો તેમજ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની તેઓએ મુલાકાત કરી હતી વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે તાજેતરમાં જ્યારે યુપીની ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસને 304 બેઠકોમાંથી માત્ર બે જ બેઠકો કોંગ્રેસને આવી છે આમ ભાજપને તેમજ તેની વિકાસયાત્રાને ઠેર ઠેર આવકારવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસને વોટ શા માટે આપવાનો તેવો સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોએ પણ ભાજપ તરફથી કચકચાવીને મતદાન કરવા માટેનો કોલ આપેલ છે

અંતમાં યોગી આદિત્યનાથે હળવદ ધાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને વિજય અપાવીને ભાજપને સમર્થન આપવા માટે સભામાં આવેલા લોકોને અપીલ કરી હતી ત્યારે લોકોએ પણ બે હાથ ઊંચા કરીને ભાજપને ખુલ્લું સમર્થન કર્યું હતું આ તકે સંતો મહંતો તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના હળવદ તાલુકા અને મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા






Latest News