મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી : C-Vigil એપ થકી નાગરિકોની ૨૪ જેટલી ફરિયાદોનું હકારાત્મક નિકાલ કરાયો


SHARE







મોરબી : C-Vigil એપ થકી નાગરિકોની ૨૪ જેટલી ફરિયાદોનું હકારાત્મક નિકાલ કરાયો

મોરબી જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ નાગરિકને આચારસંહિતાનો ભંગ થતો જણાય તો ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા માટે અલાયદી વ્યવ્સ્થા ઉભી કરવામાં આવી છે.

હાલ વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો C-Vigil એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ફરિયાદ નિવારણ સેલ અંતર્ગત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ શરૂ કરવામાં આવ્યો છે.C-Vigil મોબાઈલ એપ પર નોંધાયેલી ૨૪ ફરિયાદો અને ફરિયાદ નિવારણ સેલ અંતર્ગત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ પર નોંધાયેલી ૪ ફરિયાદ મળી મોરબીના ત્રણેય વિધાનસભા મત વિસ્તારોમાંથી આવેલી કુલ ૨૮ જેટલી ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

મોરબી કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં C-Vigil એપના માધ્યમથી અત્યાર સુધીમાં ૨૪ જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં ૧૭ ફરિયાદો ૬૫-મોરબી મતવિસ્તારમાં, ૫ ફરિયાદો ૬૬-ટંકારા મતવિસ્તારમાં અને ૨ ફરિયાદ ૬૭-વાંકાનેર મતવિસ્તારમાં નોંધાઈ છે. આમ, કુલ ૨૪ ફરિયાદો નોંધાઇ હતી જેમના પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ બન્ને ફરિયાદ નિવારણના માધ્યમ થકી સામાન્ય પ્રકારની ફરિયાદો નોંધાઈ છે અને ગંભીર પ્રકારની કોઈ ફરિયાદ નોંધાઈ નથી.





Latest News