મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડીએ ઓમ પેલેસના ફ્લેટમાં પરણીતાએ કર્યો આપઘાત


SHARE







મોરબીની અવની ચોકડીએ ઓમ પેલેસના ફ્લેટમાં પરણીતાએ કર્યો આપઘાત

મોરબીની અવની ચોકડી પાસે આવેલ જય અંબે નગરમાં ઓમ પેલેસમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી પાસે આવેલ જય અંબે નગરમાં ઓમ પેલેસના ફ્લેટ નં ૫૦૨ માં રહેતા વિજયકુમાર મગનભાઈ ભોજાણી જાતે પટેલના પત્ની ભારતીબેન (ઉંમર ૪૦) એ કોઈ કારણોસર પોતાના ઘરે હતા ત્યારે ગળાફસો ખાઈ લીધો હતો જેથી કરી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા માટે તેના ડેડબોડીને પીએમમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ત્રણ બોટલ દારૂ

ટંકારા તાલુકાના સજનપર ગામે કુળદેવી પાન દુકાને પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દુકાનમાં રાખેલ થેલીમાંથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૧૨૫ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને ગોરધનભાઈ ઉર્ફે બાબો છન્નાભાઈ ભીસડીયા જાતે કોળી (૩૩) રહે. સજનપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે




Latest News