મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારામાં બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઈક અથડાતા એકનું મોત : એકને ઇજા


SHARE











ટંકારામાં બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઈક અથડાતા એકનું મોત : એકને ઇજા

ટંકારામાં રામદેવપીર મંદિર પાસે બંધ પડેલા ટ્રકની પાછળ બાઈક અથડાયું હતું  જેથી કરીને બે વ્યક્તિઓને ઈજા થઈ હતી અને તે બે પૈકીના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજયું છે અને અન્ય એક વ્યક્તિ હાલ સારવારમાં છે જેથી અકસ્માતના બનાવવાની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં રહેતા રાઘવજીભાઈ લીલાભાઈ ઝીંઝવાડીયા (ઉંમર ૫૫) તેમજ વિનુભાઈ રામજીભાઈ દંતેશરિયા (ઉમર ૪૫) ટંકારાના વાડી વિસ્તારમાં માઠા પ્રસંગ બાદ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તે ભજનમાં બંને બાઈક લઈને જતા હતા ત્યારે ટંકારામાં રામદેવપીર મંદિર પાસે બંધ ટ્રક ઉભો હતો જેની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી કરીને રાઘવજીભાઈ તેમજ વિનુભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી માટે તેઓને તાત્કાલિક સારવારમાં રાજકોટ લઈને ગયા હતા જોકે રાઘવજીભાઈ જીંજવાડીયાનું મોત નીપજ્યું છે અને વિનુભાઈ રામજીભાઈ દંતેશ્વરીયા હાલમાં સારવાર હેઠળ છે અને અકસ્માતના બનાવની ટંકારા તાલુકો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ  દારૂ

મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલની પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે સાડા સાતસો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને ગિરીશભાઈ શિવજીભાઈ કારીયા જાતે સિંધી લોહાણા (૩૭) રહે ઉમિયા સોસાયટી રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

૧૦ બોટલ દારૂ

હળવદના રાણેકપર રોડ ઉપર સુકુન બંગ્લોઝ સામેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ૧૦ બોટલ મળી આવી હોય પોલીસે ૧૦૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને હાલમાં સાગરભાઇ નવઘણભાઈ ઉડેચા જાતે કોળી (૧૯) રહે રાણેપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રાજેશભાઈ નવઘણભાઈ ઉડેચા રહે. રાણેકપર વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News