સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર રોડે અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત  


SHARE





ટંકારાના જબલપુર રોડે અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત  

ટંકારાના જબલપુર રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ-૨ સોસાયટી પાસે આધેડ પોતાનું બાઈક લઈને ઉભા હતા ત્યારે ઓવર સ્પીડમાં આવેલ બાઈક ચાલકે પોતાનું બાઈક તેની સાથે અથડાવ્યું હતું જેથી કરીને આધેડને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તે આધેડનું મોત થયું છે જેથી મૃતકના દીકરાએ અકસ્માત સર્જના૨ બાઈક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જબલપુર ગામે રહેતા વૈભવભાઈ માવજીભાઈ ફેફર જાતે પટેલએ બાઈક નંબર જીજે ૩૬ એ ૬૨૦૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે જબલપુર રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ-૨ સોસાયટી પાસે તેઓના પિતા માવજીભાઈ મોહનભાઈ ફેફર જાતે પટેલ બાઇક નંબર જીજે ૩ બીએન ૫૩૫૨ લઈને ઊભા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળું બાઇક લઈને આવ્યો હતો અને ફરિયાદીના પિતાના બાઈક સાથે બાઇક અથડાવ્યૂ હતું જેથી કરીને ફરિયાદીના પિતાને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઑ થયેલ હતી અને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે જેથી કરીને મૃતકના દીકરાની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News