મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા ઈમરજન્સી બ્લડની વ્યવસ્થા માટે યુવાનો ખડેપગે


SHARE







મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા ઈમરજન્સી બ્લડની વ્યવસ્થા માટે યુવાનો ખડેપગે

ઈમરજન્સી એટલે યુવા આર્મી નામથી જાણીતુ મોરબીનુ યુવા આર્મી ગ્રુપ મોરબીમા ૨૨-૭ કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત સમયે ખડેપગે રહે છે. તથા કોરોનાના પહેલા અને બિજા વેવ દરમિયાન પણ યુવા આર્મી ગ્રુપે ઓક્સિજન, એમ્બ્યુલન્સ તથા ભુખ્યા સુધી ભોજનની અવિરત સેવા આપી ચુક્યુ છે ત્યારે ગયકાલે‌ ઝુલતા પુલ સાથે બનેલા ગોઝારા અકસ્માતની જાણ થતા યુવા આર્મી ગ્રુપના સભ્યો ‌તાત્કાલિક બચાવ કર્યોમા લાગી ગયા હતા જેમા એમ્બ્યુલન્સ માટે થયને રોડ રસ્તા ખાલી કરાવવા, સિવિલ હોસ્પિટલ ખાતે  ટ્રાફિક કંટ્રોલ કરાવવામાં, મોરબી પોલીસ તથા વહીવટી તંત્રને મદદરૂપ થયું હતું તથા સિવિલ તથા સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડની જરુરીયાત પુરી કરવા ટીમ સ્ટેન્ડ બાય ‌રહી હતી.તદુપરાંત પાણીમાં ગરકાવ થયેલા ઝુલતા પુલને બહાર કઢાવવાથી‌ લઇને તેને કાપવા સુધીની કામગીરીમાં ગ્રુપના સભ્યો મદદરૂપ થયા હતા.

આખી રાત ચાલેલા આ બચાવ કાર્યમા યુવા આર્મી ગ્રુપના ભાઈઓ તથા બહેનો કોઈપણ જરૂરિયાતમા‌ મદદરૂપ થવા સ્ટેન્ડ બાય રહ્યા હતા‌ અને દરેક પરિસ્થિતિમા બની શકે તેટલો સાથ સહકાર આપવા પ્રયાસ કર્યો હતો. આજે‌ પણ યુવા આર્મી ગ્રુપ દ્વારા સિવિલ તથા આયુષ હોસ્પિટલમાં આ અકસ્માતમાં ‌ભોગ બનેલાઓને સારવાર લઈ રહેલા દર્દીઓને મળીને તેમને ફ્રુટ, બિસ્કીટ તથા જ્યુસ કિટ આપીને મદદરૂપ થયુ હતું અને હજુ પણ‌ આ બચાવ કાર્ય દરમિયાન મદદરૂપ થવા બ્લડની ઈમરજન્સી ‌જરુરીયાત પુરી કરવા યુવા આર્મી ગ્રુપના સભ્યો સ્ટેન્ડ બાય રહેશે. મોરબી કે‌ રાજકોટ કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે જરૂરિયાત સમયે બ્લડ ડોનેટ કરવા યુવા આર્મી ગ્રુપની હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર‌‌ સંપર્ક કરી શકો છો તેવું યુવા આર્મી ગ્રુપના પિયુષભાઈ બોપલિયા‌એ યાદીમાં જણાવેલ છે.




Latest News