મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરના જુદાજુદા વોર્ડમાં રોડરસ્તાનું કામોનું ખાતમહુર્ત કરાયું


SHARE







વાંકાનેર શહેરના જુદાજુદા વોર્ડમાં રોડરસ્તાનું કામોનું ખાતમહુર્ત કરાયું

વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એકથી સાત વોર્ડનું આરસીસી ધાબાનું કામ લાભ પાંચમથી શરૂ કરવામાં આવ્યું છે અને આ કામના ખાતમહુર્ત સમયે વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા, પ્રાંત અધિકારી એ.એચ.શેરસિયા, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તથા એકથી સાત વોર્ડના સ્થાનિક લોકો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય  છે કે, વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કર્યા પછી વહીવટદારને મુકવામાં આવ્યા છે, આથી પ્રથમ સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો હતો ત્યાર બાદ વાંકાનેર પાલિકાનાં તમામ એકથી  સાત વોર્ડની શેરીઓમાં રોડ રસ્તાના કામ શરૂ કરવા માટેની કવાયત કરવામાં આવી હતી અને પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા વાંકાનેરનાં મહારાણા કેશરીદેવસિંહ ઝાલાનાં વરદ હસ્તે તમામ સાતેય વોર્ડમાં લાભ પાંચમનાં દિવસે ખાતમહુર્ત કરાવેલ છે ત્યારે વોર્ડ નં ૧ થી ૭ માં એકી સાથે રોડના કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી છે અને જુદાજુદા વિસ્તારમાં ખાતમહુર્ત કરવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક આગેવાન ભાટી એન., રાજેન્દ્રસિંહ ઝાલા, ઝાકીરભાઇ બ્લોચ,  ગજેન્દ્રસિંહ રાઠોડ, જયેન્દ્રસિંહ ઝાલા, મેહુલ ઠાકરાણી, અમિત શાહ, નિશિતભાઈ જોશી, અમરશીભાઈ મઢવી  સહિતના હાજર રહ્યા હતા અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે દોઢ કરોડનાં ખર્ચે રોડ કરવામાં આવશે




Latest News