વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી જતી બોલેરો ગાડીના ચોરખાનામાંથી ૯૫ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી જતી બોલેરો ગાડીના ચોરખાનામાંથી ૯૫ બોટલ દારૂ સાથે બે પકડાયા

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતી મહેન્દ્રા બોલેરો પીકપ ગાડીને રોકીને એલસીબીની ટીમે  ચેક કરી હતી ત્યારે તે ગાડીમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં પોલીસે ૯૫ બોટલ દારૂ, ગાડી, રોકડ રકમ અને મોબાઈલ આમ કુલ મળીને ૩.૪૯ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને દારૂનો જથ્થો મંગાવનાર આરોપી સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરલે છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી બોલેરો પીકપ ગાડી નંબર જીજે ૭ વાયઝેડ ૧૭૫૦ પસાર થઈ રહી હતી ત્યારે તેને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને આ ગાડીને ચેક કરવામાં આવતા બોલેરો ગાડીમાં ચોરખાનું બનાવીને તેમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને ચોર ખાનામાંથી પોલીસે ૯૫ બોટલ દારૂ કબજે કરી હતી આમ ૩૮૦૦૦ ના દારૂ ઉપરાંત ત્રણ લાખની ગાડી, ૩૦૦૦ રૂપિયા રોકડા અને ૮૦૦૦ ના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને પોલીસે ૩.૪૯ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં વાહનના ડ્રાઇવર રાજુભાઈ નરસુભાઈ ડામોર જાતે આદિવાસી (ઉંમર ૩૩) રહે. દૂધમાલી ડામોર ફળિયુ તાલુકો ધાનપુર જીલ્લો દાહોદ અને ચંદુભાઈ મંગળસિંગ પલાસ જાતે આદિવાસી (ઉંમર ૨૩) રહે આંબલી મેનપુરતળવી ફળિયું તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો કુવાડવા રહેતા નાથુભાઈ નામના શખ્સે મંગાવ્યો હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે




Latest News