મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ચેરમેનો-ચૂંટાયેલા સભ્યોએ ભાજપની સેન્સ પ્રક્રિયામાં બોમ્બ ફોડયો !


SHARE







મોરબી પાલિકાના ચેરમેનો-ચૂંટાયેલા સભ્યોએ ભાજપની સેન્સ પ્રક્રિયામાં બોમ્બ ફોડયો !

મોરબી નગરપાલિકામાં આંતરિક કેટલાક જૂથ સક્રિય છે તેવી વાતો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે જોકે ભાજપ દ્વારા મોરબી માળીયા બેઠક માટે સેન્સ લેવામાં આવી ત્યારે તેમાં પણ ક્યાંકને ક્યાંક જૂથવાદ જોવા મળ્યો હતો અને મોરબી નગરપાલિકાના બાવન સભ્યોમાંથી ૪૨ થી વધુ સભ્યોએ મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના સમર્થનમાં સેન્સ આપી હોવાનું સેન્સ આપવા માટે ગયેલા મોરબી પાલિકાના ચેરમેનો તથા ચૂંટાયેલા સભ્યો પાસેથી જાણવા મળેલ છે

મોરબી માળિયા વિધાનસભા બેઠક આ વખતે ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળશે તેવી વાતો તો છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે પરંતુ મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર બેઠકમાં જે રીતે ભાજપ જ ભાજપને હરાવે છે તેવો ઘાટ મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં સર્જાશે કે કેમ તેને લઈને અટકળો શરૂ થયેલ છે કારણ કે ભાજપ કે, જેને શિસ્તબદ પાર્ટી કહેવામાં આવે છે અને તેમાં પણ હવે ક્યાંકને ક્યાંક જૂથવાદનો ચેપ લાગ્યો હોય તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કારણકે મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે જ્યારે પ્રદેશમાંથી મોકલવામાં આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી ત્યારે મોરબી નગરપાલિકાના બાવને બાવન ભાજપના ચૂંટાયેલા સભ્યો છે તેમાંથી ૪૨ થી વધુ સભ્યો એકી સાથે નિરીક્ષકો પાસે ગયા હતા અને તેમાં કેટલીક આશ્ચર્યજનક કહી શકાય તેવી રજૂઆતો પણ નિરીક્ષકોને કરવા માંગી હતી અને ખાસ કરીને આ ૪૨ સભ્યો કે જેમાં ચૂંટાયેલા સભ્યો અને મોરબી નગરપાલિકાના ચેરમેનોનો સમાવેશ થાય છે તેમના દ્વારા સ્પષ્ટપણે મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ આપવામાં આવે તો ૧૦૦ ટકા ભાજપ અહીંયા જંગી લીડ સાથે વિજય મેળવશે તેવી લાગણી નિરીક્ષકો સામે વ્યક્ત કરી છે અને જો અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તો ભાજપ આ બેઠક ગુમાવશે તેવી પણ વાત નિરીક્ષકો સમક્ષ કરી છે અત્રે ઉલ્લેખનીએ છે કે મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં સૌથી વધુ મતદારો મોરબી શહેરી વિસ્તારના છે અને શહેરી વિસ્તારના મતદારોનું પ્રભુત્વ કરનારા મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના ચેરમેનો દ્વારા જો વર્તમાન ધારાસભ્યના બદલે માજી ધારાસભ્યનું સમર્થન કરવામાં આવતું હોય તો ક્યાંકને ક્યાંક લોકોની લાગણીને પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અવાજ આપી રહ્યા છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી જો કે, ટિકિટ કોને આપવામાં આવશે તે કહેવું હાલમાં મુશ્કેલ છે પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ભાજપમાં પણ આંતરિક જુથવાદ ચર્મ સીમાએ છે તેમ શંકાને કોઈ સ્થાન નથી




Latest News