મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ
Breaking news
Morbi Today

એક ભાઈબીજ એસી ભી :  ભાઈ અમેરીકા હોય, મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાઈબીજની ઉજવણી


SHARE







એક ભાઈબીજ એસી ભી :  ભાઈ અમેરીકા હોય, મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાઈબીજની ઉજવણી

હરીહર અન્નક્ષેત્ર ના ટ્રસ્ટી, લાયન્સ ક્લબ બજરંગ ધૂન મંડળ ના અગ્રણી, રામ મહેલ જીર્ણોધ્ધાર સમિતી ના સદસ્ય, કે.પી.ભાગીયા સાહેબ ના સંતાનો ની પ્રેરક પહેલ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજ રોજ ભાઈ બીજ ના પર્વ નિમિતે મોરબી લેઉઆ પટેલ સમાજ અગ્રણી હરીહર અન્નક્ષેત્ર ના ટ્રસ્ટી, લાયન્સ ક્લબ તથા બજરંગ ધૂન મંડળ અગ્રણી તેમજ રામ મહેલ જીર્ણોધ્ધાર સમિતી ના સદસ્ય શ્રી કે.પી.ભાગીયા સાહેબ ના સુપુત્ર ચિ. સુમિતભાઈ કે જેઓ અમેરીકા માં સ્થાયી છે, સુમિત ભાઈ ના  બહેન રાજકોટ નિવાસી ચિ. ઉર્વશીબેન કીશન કુમાર ઠુમ્મર(રાજબેંક) દ્વારા ભાઈ ને ભાઈબીજ નુ આમંત્રણ આપવા માં આવ્યુ પરંતુ ભાઈ અમેરીકા હોય ભાઈએ મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં ભાઈબીજ નિમિતે મહાપ્રસાદ યોજવા નુ કહેતા બહેન દ્વારા મહાપ્રસાદ યોજી ભાઈબીજ ની સાર્થક ઉજવણી કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. આ પ્રસંગે કે.પી.ભાગીયા સાહેબ, કાંતિભાઈ ડોબરીયા, મનુભાઈ ઉજરીયા, લવજીભાઈ પટેલ સહીત ના લેઉઆ પટેલ સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓ એ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News