મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ભાજપની ટિકિટ માંગનારા દાવેદારોની કાર્યદક્ષતા- સિનિયોરિટીને ધ્યાનમાં લેવાશે: મંત્રી


SHARE







આગામી વિધાનસભા બેઠકની ચૂંટણી જાહેર થાય અને મુરતિયાઓના નામ જાહેર થાય તેને હવે ગણતરીના દિવસો બાકી છે તે પહેલા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે અને મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક માટેની સેન્સ આજે લેવામાં આવી રહી છે અને મોરબી નજીકના લજાઈ ગામ પાસે આવેલ એલિટ સ્કૂલ ખાતે પ્રદેશ ભાજપ માંથી મોકલાવામાં આવેલ મંત્રી સહિતના નિરીક્ષકો મોરબી આવી ગયા છે અને સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે 

સરપંચથી લઈને સંસદ સુધીની જે પણ ચૂંટણીઓ યોજાય છે તેના માટે થઈને દર વખતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે અને સેન્સ લીધા બાદ તેના તારણાના અંતે જે તે બેઠક માટે વિજય થઇ શકે તેવા ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતા હોય છે આવી જ રીતે આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે ગણતરીના દિવસોમાં જાહેર થાય તેમ છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે અને આજ રોજ મોરબી જિલ્લામાં આવતી મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા ત્રણ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મોરબી નજીકના લજાઇ ગામ પાસે આવેલ એલિટ સ્કૂલ ખાતે આ સેલ્સ પ્રક્રિયા સવારે સાડા દલ વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે અને ગુજરાતના મંત્રી આર.સી. મકવાણા, ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રભારી હર્ષદભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના માજી મંત્રી અલ્કાબેન મોદી મોરબી જિલ્લામાં સેન્સ લેવા માટે આવ્યા છે અને તેમના દ્વારા ત્રણેય બેઠક માટે એક પછી એક દાવેદારોને તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની ત્રણેય બેઠક ઉપર ટિકિટ માંગનારા દાવેદારોની સિનિયોરિટી અને કાર્યદક્ષતાને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તેમાં ટિકિટની માંગણી કરનારા તમામ લોકો સાથે રહેશે






Latest News