મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી આર્મી જવાનોને દિવાળી શુભકામનાઓ પાઠવવા યંગ ઇન્ડિયા ગ્રુપની ઝુંબેશ


SHARE







મોરબી જિલ્લામાંથી આર્મી જવાનોને દિવાળી શુભકામનાઓ પાઠવવા યંગ ઇન્ડિયા ગ્રુપની ઝુંબેશ

મોરબી જિલ્લામાંથી આર્મીના જવાનોને દીપાવલી પર્વની શુભકામના સંદેશ પાઠવવા યંગ ઇન્ડિયા ગ્રુપે નવતર પહેલ કરી છે. અને આ ઝૂંબેશમા લોકો પાસેથી એકત્ર થયેલા શુભેચ્છા સંદેશ કાતિલ ઠંડી, રણ પ્રદેશ અને અન્ય વિસમ સ્થળે ફરજ બજાવતા ફૌજી જવાનોને મોકલાશે, યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આ માટે શહેરમાં બે સ્થળે કલેક્શન સેન્ટર પણ શરૂ કરાયા છે

દેશની સરહદ અને પ્રજાનું રક્ષણ કરતા સરહદના સિંહ એટલે આર્મીના જવાનોને આખો દેશ પરિવાર લાગે તેવી આત્મીયતા દર્શાવવા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે દિવાળીની શુભેચ્છા સંદેશ મોકલવા માટે ખાસ "સરહદોના સિંહને શુભકામના સંદેશ" ઝૂંબેશ ચાલવી હતી અને લોકોએ પણ સરહદના સિંહને સાચા દિલથી શુભેચ્છાઓ સંદેશ પાઠવતા એક હજાર જેટલા એકત્ર થયેલા દિવાળી શુભેચ્છા સંદેશને યગ ઇન્ડિયા ગ્રુપે  આર્મીના જવાનોને મોકલવા તૈયારી શરૂ કરી છે.

મોરબીમાં હંમેશા કંઈક અલગ અને વૈચારિક ક્રાંતિ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય સદાય લોકોમાં દેશભક્તિની ચેતના જગાવતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર્મીના જવાનોને દિવાળીની શુભકામનોઓ પાઠવવા અનોખી પહેલ કરી હતી. જેમાં "સરહદોના સિંહને શુભકામના સંદેશ" ઝૂંબેશ ચલાવી હતી. અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીની જનતાને દિવાળી તહેવાર નિમિતે શુભકામના સંદેશો પાઠવવા અપીલ કરાઈ હતી. હાલ ૩૦૦ થી વધુ સુંદર રીતે અને ખુબ જ મેહનતથી બનાવેલ શુભકામના સંદેશોનું કલેક્શન કરવામાં આવ્યું છે જેને વિવિધ યુદ્ધક્ષેત્ર ફરજ બજાવતા ભારતીય આર્મીના જવાનોને પહોચડવામાં આવશે અને હજુ વધુને વધુ લોકો શુભેચ્છા સંદેશ મોકલેએ માટે આ ઝુંબેશ ચાલુ છે. અને શુભેચ્છા સંદેશ મોબાઇલ જોન શનાળા રોડ, એ-વન પાનની બાજુમાં, કે કે સ્ટીલની આગળ, મોરબી અને  ચિંતામણી સ્ટોર ઓમ શોપિંગ સેન્ટર,રવાપર રોડ મોરબી ખાતે પહોચડવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ છે




Latest News