મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયામાં રસ્તા વચ્ચેથી લાકડાનો ઢગલો હટાવવાનું કહેતા યુવાન ઉપર ધોકા વડે હુમલો


SHARE







વાંકાનેરના મેસરીયામાં રસ્તા વચ્ચેથી લાકડાનો ઢગલો હટાવવાનું કહેતા યુવાન ઉપર ધોકા વડે હુમલો

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રસ્તા વચ્ચે લાકડાનો ઢગલો કરનારા શખ્સને લાકડા હટાવવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેને લાકડાના ધોકા વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને લાકડાના ધોકા વડે પગમાં માર મારતા ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે રહેતા મુકેશભાઈ કેશાભાઈ મેર જાતે કોળી (ઉંમર ૨૪) તેના મિત્ર સંજય ઉર્ફે દલ્લો સાથે મોટરસાયકલ ઉપર વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં વડથાળા તળાવના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તા વચ્ચે મેસરિયા ગામે રહેતા કનાભાઇ મોહનભાઈ મકવાણાએ લાકડાનો ઢગલો કર્યો હતો અને ત્યાં તે ઉભા હતા દરમિયાન ત્યાંથી બાઈક લઈને નીકળેલા ફરિયાદી અને સંજયભાઈએ લાકડાને રસ્તા વચ્ચેથી હટાવવા માટે થઈને કહ્યું હતું જે કનાભાઇને સારું નહીં લાગતા તેણે ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ઢગલામાંથી લાકડાનો ધોકો લઈને ફરિયાદી મુકેશભાઈને પગમાં લાકડાનો ધોકો ફટકાર્યો હતો જેથી તેને ફ્રેક્ચર જેવી ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સારવાર લઈને મુકેશભાઈ મેર દ્વારા કનાભાઇ મકવાણા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News