સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા મોરબી રોડે સમય કારખાના પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





ટંકારા મોરબી રોડે સમય કારખાના પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

ટંકારા મોરબી હાઇવે ઉપર આવેલ સમય ઘડિયાળના કારખાના પાસેથી પસાર થઈ રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલાકે હડફેટે લીધો હતો જેથી કરીને તે યુવાનને માથામાં હેમરેજ અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી મૃતક યુવાનના ભાઈએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ કચ્છ જિલ્લાના તોરણીયા ગામના રહેવાસી રામાભાઇ પેથાભાઇ બધાયા જાતે કોળી (ઉમર ૪૫) એ હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૧૧/૧૦ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેમના ભાઈ વેલાભાઈ પેથાભાઇ બધાયા મોરબી ટંકારા હાઈવે રોડ ઉપર સમયના કારખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટ લીધા હતા અને રસ્તા ઉપર નીચે પછાડીને નાસી ગયો હતો જેથી કરીને વેલાભાઈને માથામાં હેમરેજ અને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેને હોસ્પિટલે સારવાર માટે લઈને ગયા હતા જો કે, સારવાર કારગત નહીં નીવડતા વેલાભાઇનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News