મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા ગામે સરપંચ સાથે ફરતો હોવાનો ખાર રાખીને યુવાનને તેમજ તેની પત્ની સહિત ત્રણ વ્યક્તિઓને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતો યુવાન સરપંચ સાથે ફરતો હોય તે બાબતનું મન દુઃખ રાખીને તેની દુકાનમાં ઘૂસીને યુવાન અને તેની પત્ની સહિત ત્રણ વ્યક્તિઓને ગાળો આપીને ઢીકાપાટોનો માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રામ મંદિર પાસે રહેતા ફૂલીબેન સંધાભાઈ ઉકેડીયા જાતે કોળી (ઉમર 42)એ હાલમાં હીરાભાઈ ભીમાભાઇ કુણપરા, જોની નાનજીભાઈ કુણપરા, સંજય મનસુખભાઈ કુણપરા અને સવશીભાઈ જાદુભાઈ કુણપરા રહે. બધા રાતાવિરડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પતિ સંધાભાઈ મગનભાઈ ઉકેડીયા ગામના સરપંચ સાથે ફરતા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓ લાકડાના ધોકા લઈને તેઓની દુકાનમાં આવ્યા હતા અને ત્યારે ફરિયાદી ફુલીબેન તથા તેના પતિ સંધાભાઈ અને કૈલાશબેનને ગાળો આપી હતી અને ઢીકા પાટુનો માર મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને ભોગ બનેલા ફુલીબેન દ્વારા ચાર શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે






Latest News