મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા જુદા બે સ્થળેથી દારૂની છ બોટલો સાથે બે શખ્સ ઝડપાયા


SHARE







મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરના નાકા પાસેથી પસાર થતી રીક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે રિક્ષામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની પાંચ બોટલો મળી આવી હતી અને તે ઉપરાંત મોરબીમાં સીટી પોલીસ લાઇન પાસે કન્યા છાત્રાલય રોડ મકરાણીવાસમાંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી આમ કુલ મળીને બે રેડમાં છ બોટલ દારૂ સાથે બે શખ્સોને પકડવામાં આવ્યા છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરના નાકા પાસેથી પસાર થતી બજાજ કંપનીની રિક્ષા નંબર જીજે 36 યુ 8365 ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 4,540 ની કિંમતની દારૂની બોટલો અને 80,000 રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 84,540 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પ્રેમજીભાઈ ઉર્ફે પેમો તેજાભાઈ દેગામા જાતે કોળી (ઉંમર વર્ષ 33) રહે યમુના નગર શેરી નં-4 મૂળ રહે માધાપરના ઝાપા પાસે મોરબી વાળા ની ધરપકડ કરેલ હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે આ ઉપરાંત મોરબી સીટી પોલીસ લાઈનની પાછળ કન્યા છાત્રાલય વાળી શેરીમાં મકરાણીવાસમાંથી પોલીસે પસાર થતા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે 300 ની કિંમત ની દારૂની બોટલ કબજે કરીને અકરમ મહેબૂબભાઈ શાહમદાર જાતે ફકીર (ઉંમર વર્ષ 20) રહે મકરાણીવાસ મદીના ચોક મસ્જિદની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News