મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

માળિયા (મીં)માં માતા-પુત્રની હત્યા કરનારા આરોપી જેલ હવાલે


SHARE











માળિયા (મીં)માં માતા-પુત્રની હત્યા કરનારા આરોપી જેલ હવાલે

માળિયા મીંયાણાના કોબા વાંઢ વિસ્તારમાં નજીવી વાતમાં મારા મરીનો બનાવ બનેલ હતો જેમાં માતા અને પુત્રને છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જેથી બંનેના મોત નિપજ્યાં હતા અને મૃતક મહિલાના પતિએ તેના કૌટુંબિક ભત્રીજાના દીકરાની સામે બેવડી હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને હાલમાં આરોપીને જેલ હવાલે કરેલ છે

માળીયા મીંયાણા તાલુકાના કોબા વાંઢ વિસ્તારમાં ભેંસ ચરાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી ઇશાભાઈ મોવરના પત્ની ઝરીનાબેન ઇશાભાઈ મોવર (૪૫) અને દીકરા હબીબ  ઇશાભાઈ મોવર (૨૩) ને છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને તે બંનેના મોત નિપજ્યાં હતા આ બનાવમાં મૃતક મહિલાના પતિ ઇશાભાઈ હબીબભાઈ મોવરએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં શાહરૂખ યુસુફભાઈ મોવર સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ખેતરમાં આરોપીની ભેંસ આવી હતી અને પાકને નુકશાન કર્યું હતું જેથી ફરિયાદીના દીકરા હબીબ મોવરે આરોપીને તમારી ભેંસે અમારા કપાસના પાકમાં નુકશાન કર્યું છે અને અગાઉ અમારી ભેંસે તમારા ખેતરમાં નુકશાન કર્યું હતું ત્યારે તમારા પિતાએ ઠપકો અપાયો હતોતેવું કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે હબીબને ગાળાના ભાગે તેમજ તેની માતાને સાથળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી શાહરૂખ યુસુફભાઈ મોવર રહે. કોબા વાંઢ વિસ્તાર માળીયા મીંયાણા વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપી પાસેથી હત્યાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ છરી કબ્જે કરવામાં આવી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News