મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં આડા સંબંધ રાખવા મહીલા ઉપર તલવાર-પાઇપ વડે હુમલો કરનાર પકડાયો


SHARE







મોરબીમાં આડા સંબંધ રાખવા મહીલા ઉપર તલવાર-પાઇપ વડે હુમલો કરનાર પકડાયો

મોરબીના લાયન્સનગરમાં રહેતી મહિલાએ આડા સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે મહિલાને તલવાર અને પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદમાં તેણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતી પરણીતાને આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુંધવા જાતે ભરવાડ રહે.શનાળા લાયન્સનગર વાળા સાથે આડા સંબંધ હતા જોકે પરણીતાએ આડા સંબંધ નહીં રાખવા માટે થઈને કહ્યું હતું જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા સાગર ઉર્ફે ચોટલી નવઘણભાઈ મુંધવાએ પરણીતા સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તલવાર અને પાઇપ વડે મહિલાને માથા અને પગના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ તેણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨) અને ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બીટ દમાદાર વશરામભાઇ મેતાએ સાગર ઉર્ફે ચોટલી નવઘણભાઈ મુંધવા જાતે ભરવાડ (ઉમર ૨૪) ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.લાયન્સનગર શેરી નંબર ૧ શનાળા મોરબીની ઉપરોકત ગુનામાં ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનું પાર્ટી પ્લોટ નજીક દલવાડી સર્કલની પાસે રહેતા નિલેશ જયંતિભાઇ દેલવાડીયા નામના ૧૭ વર્ષના યુવકને ૨૫ વારિયા વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો ભદ્રેશ ગોરધનભાઈ ભડાણી નામનો ૪૦ વર્ષનો યુવાન લીલાપર રોડ ઉપર ગરબીના પાર્ટી પ્લોટ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.





Latest News