વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રવિવારે યોજાશે સર્વરોગ નિદાન કેમ્પ


SHARE











મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રવિવારે યોજાશે સર્વરોગ નિદાન કેમ્પ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રામધન આશ્રમ સામે આવેલ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આગામી રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા દર્દીઓના રોગનું નિદાન કરવાં આવશે

મોરબીમાં રામધન આશ્રમની સામે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ સામે સુભાષ પાર્કમાં શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલ છે ત્યાં ૨૪ x ૭ કલાક ઇમર્જન્સી સારવાર સહિતની સારવાર દર્દીઓને આપવામાં આવે છે આ હોસ્પિટલમાં સમયાંતરે જુદાજુદા કેમ્પનું દર્દીઓ માટે આયોજન કરવામાં આવે છે જેનો ઘણા દર્દીઓ લાભ લેતા હોય છે આવી જ રીતે આગામી રવિયાવરે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળ રોગ, હાડકાના રોગ, જનરલ મેડિશિન, સ્ત્રીરોગ, ફિઝ્યોથેરાપી, દાંતના રોગ અને જનરલ સર્જરીને લગતા દર્દીઓના દર્દનું નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવશે અને ત્યારે જુદાજુદા ટેસ્ટમાંથી સુગર ચેકઅપ અને બીએમઆઈ ફ્રીમાં કરી આપવામાં આવશે અને એકસરે, ઇસીજી અને લેબોરેટરીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ કેમ્પનો સમય સવારે ૧૦ થી ૧ રાખવામાં આવેલ છે

આ કેમ્પમાં ઓર્થોપેડિક વિભાગમાં ડો. પ્રહલાદ ઉધરેજા (ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) અને ડો. સાગર ખાનપરા (જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ કોમ્પલેક્ષ ટ્રોમા સર્જન), મેડિસિન એન્ડ ક્રિટિકલ કેર વિભાગમાં ડો. વૈભવ દફ્તરી (મેડિસિન), ડો. વિવેક પટેલ (આઇસીયુ એન્ડ ક્રિટિકલ કેર), જનરલ સર્જરી વિભાગમાં ડો. રવિ કોટેચા (જનરલ સર્જન અને લેપ્રોસ્કોપી સર્જન), ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગમાં ડો. વિશ્વા કોટેચા (સ્ત્રી રોગ-પ્રસુતિના નિષ્ણાંત- ગાયનેકોલોજીસ્ટ), પીડિયાટ્રિક્સ વિભાગમાં ડો. કરણ સરડવા (બાળરોગ તથા નવજાત શિશુ નિષ્ણાંત), હદય વિભાગમાં ડો. નિશીથ સરડવા (એમ, ડીએમ કાર્ડિયોલોજિસ્ટ) ફિઝિયોથેરાપી વિભાગમાં ડો. બ્રિજેશ કૈલા, ડેન્ટિસ્ટ્રી વિભાગમાં ડો. ચાંદની ખાનપરા (દાંત તથા પેઢાના રોગોના નિષ્ણાંત), ડો.મનોજ કૈલા (દાંત તથા પેઢાના રોગોના નિષ્ણાંત) સેવા આપશે

અત્રે ઉલેખનીય છે કે, દર બુધવારે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્ત્રી રોગ-પ્રસુતિના નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ ડો. વિશ્વા કોટેચા દ્વારા સગર્ભા બહેનોની ફ્રીમાં તપાસ કરીને સોનોગ્રાફી પણ કરી આપવામાં આવે છે અને તેના માટેનો સમય સવારે ૯થી ૧ અને સાંજે ૫ થી ૮ હોય છે તેમજ ડેન્ટિસ્ટ્રી વિભાગમાં ડો. ચાંદની ખાનપરા અને ડો.મનોજ કૈલા દ્વારા દર્દીઓના રોગનું નિદાન કરી આપવામાં આવે છે વધુમાં માહિતી આપતા શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક ડો. પ્રહલાદ ઉધરેજાએ જણાવ્યુ છે કે, આ હોસ્પીટલમાં કારખાનામાં થતી ઇજાના સમયે દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે

આ હોસ્પિટલામાં હાડકા, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક, બાળરોગ, ન્યુરોસર્જરી, દાંત, કસરત, રેડીયોલોજી સહિતના વિભાગ કાર્યરત છે જેમાં દર્દીઓને તમામ સારવાર ૨૪ કલાક આપવામાં આવે છે સાથોસાથ અહી આઇસીયુ, મેડિકલ સ્ટોર, એક્સ રે, સીટી સ્કેન, એનઆઈસીયુ, એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ઇન્સ્યોરન્સ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અને વધુ વિગત માટે ઇમરજન્સી નંબર ૯૭૨૭૫ ૨૭૫૫૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે






Latest News