મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે સગાઈના પ્રસંગ માટે એકત્રિત થયેલા પરિવારોએ યુવક-યુવતીના કરી આપ્યા ઘડિયા લગ્ન


SHARE







ટંકારાના નેકનામ ગામે સગાઈના પ્રસંગ માટે એકત્રિત થયેલા પરિવારોએ યુવક-યુવતીના કરી આપ્યા ઘડિયા લગ્ન

મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્ન માટે છેલ્લા ઘણા સમયથી ખાસ અભિયાન હાથ ધરાયેલ છે અને સામાન્ય પરિવારો લગ્નના ખોટા ખર્ચ ન થાય તે માટે ઘડિયા લગ્નના આયોજન કરવામાં આવે છે ત્યારે સગાઈના પ્રસંગ માટે પરિવારના સભ્યો એકઠા થયા હતા અને ત્યાં વધુ એક ઘડિયા લગ્ન ટંકારા તાલુકાનાં નેકનામ ગામે કોંગ્રેસનાં ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યા છે

મોરબી જીલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્નમાં ખોટા લાખોના ખર્ચ બંધ કરવા માટે છેલ્લા થોડા સમયથી ઘડિયા લગ્ન લેવામાં આવી રહ્યા છે જેમાંથી અન્ય સમાજને પણ ખરેખર પ્રેરણા લેવાની જરૂર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, ન માત્ર સામાન્ય પરિવાર પરંતુ ગર્ભશ્રીમંત પાટીદાર પરિવારના લોકો પણ અન્ય લોકો ઘડિયા લગ્નમાં જોડતા નાનપ ન અનુભવે તે માટે પોતાના દીકર અને દીકરીના ઘડિયા લગ્ન મોરબીમાં કરી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાનાં નેકનામ ગામે સ્વ.લાલજીભાઈ અવચરભાઈ ચીકાણીના દીકરા કેવલની હમીરપર ગામે રહેતા મોતીલાલ હરખાભાઈ ઠોરીયાની દીકરી મીરલની સાથે સગાઈના પ્રસંગ માટે પરિવારના સભ્યો સહિતના લોકો એકઠા થયા હતા ત્યારે કોંગ્રેસનાં ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા તેમજ પ્રવિણભાઈ કાસુન્દ્રાં સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને તેની હાજરીમાં ઘડિયા લગ્ન કરવામાં આવેલ છે અને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવી કામગીરી કરવા માટે  લલીતભાઈ કગથરાએ ચીકાણી તથા ઠોરીયા પરીવારના મોભીઓને અભિનંદન આપ્યા હતા અને વાર કન્યાને આશીર્વાદ આપ્યા હતા






Latest News