સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

સરકારની સહાયથી નવી ઊંચાઈઓ સર કરશે ટંકારા તાલુકાનો શક્તિનગર ગ્રામ સખી વ્યવસાય સંઘ


SHARE





સરકારની સહાયથી નવી ઊંચાઈઓ સર કરશે ટંકારા તાલુકાનો શક્તિનગર ગ્રામ સખી વ્યવસાય સંઘ

દેશની પ્રત્યેક નારી પગભર બને તે તરફ સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના વિકાસની સાથે નારી શક્તિનો વિકાસ થાય અને દેશના વિકાસમાં તે પણ પોતાનો ફાળો આપી શકે તે માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો હાલ અમલમાં છે. આ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમો થકીની એક યોજના એટલે રાષ્ટ્રીય ગ્રામીણ શહેરી આજીવિકા મિશન યોજના. જે હેઠળ વિવિધ સખી મંડળો અને સખી સંઘની બહેનો સરકારની સહાયથી પગભર બની રહી છે.

આવી જ એક સહાયનો ૭.૫ લાખની લોનનો ચેક મેળવી ટંકારા તાલુકામાં આવેલ શક્તિનગર (વિરવાવ)ના શક્તિનગર ગ્રામ સખી સંઘના પ્રમુખ શોભાબેન દેવડા હર્ષભેર જણાવે છે કે, અમારા સખી સંઘને આ સહાયનો ચેક મળતા અમારો વ્યવસાય અનેક નવી ઊંચાઈઓ સર કરશે. કેટલીક બહેનો તેમના વ્યવસાયમાં નવી સુવિધાઓ સાથે નવું ફલક ઊભું કરશે તો કેટલીક બહેનો સીવણ કે પાર્લરનો નવો વ્યવસાય શરૂ કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા સખી સંઘમાં પાંચ સખી મંડળની ૩૬ બહેનો જોડાયેલી છે આ બહેનો ડેરી, સીવણ, ઈમીટેશન, ખેતી, પાર્લર વગેરે વ્યવસાયો સાથે જોડાયેલી છે. સરકારની આવી સહાય થકી અમારા વ્યવસ્થાને એક નવો જોશ નવો ઉત્સાહ મળે છે. ઉલ્લેખનીય છે કે, મોરબી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે યોજાયેલા કાર્યક્રમમાં શક્તિનગર ગ્રામ સખી સંઘને ૭.૫ લાખની સહાય એનાયત કરવામાં આવી હતી.




Latest News