મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારા: પાલણપીરના મેળામાં રમકડાના સ્ટોલે ઢીંગલો બદલાવા આવેલા શખ્સે મહિલાને આપી મારી નાખવાની ધમકી


SHARE











ટંકારા: પાલપીરના મેળામાં રમકડાના સ્ટોલે ઢીંગલો બદલાવા આવેલા શખ્સે મહિલાને આપી મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના હડમતીયા ગામે યોજાયેલ પાલપીરના મેળામાં રમકડાનો સ્ટોલ રાખનાર મહિલા પાસે ઢીંગલો બદલાવવા માટે આવેલા શખ્સે તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને જાતિ પ્રત્યે હડધૂત કરી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટીધમકી સહિતની કલમો હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ વાંકાનેર તાલુકાના પલાસડી ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેરના રોયલ પાર્કમાં રહેતા પૂજાબેન નટવરલાલ પરમાર (૪૫) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશાલ ભગવાનજીભાઈ કોળી રહે. હડમતીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીરનો મેળો યોજાયો હતો જેમાં તેઓએ અને સાહેદે રમકડાનો સ્ટોલ રાખ્યો હતો અને ત્યાં રમકડાના સ્ટોલ ઉપર આરોપી વિશાલ ભગવાનજીએ આવીને ઢીંગલો બદલાવી આપવા માટે બોલાચાલી કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ ફરિયાદી અને સાહેને મારી નાખવાની ધમકી આપીને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે


શોર્ટ લાગતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર-જીવાપરના રસ્તે આવેલ એડીક સીરામીક નજીક રહીને ત્યાં મજૂરી કામ કરતા શ્રીકુમાર નારાયણ શીત નામનો ૩૦ વર્ષનો પરપ્રાંતીય મજૂર યુવાન કારખાના પાસે ટીસી ઉપર ચડ્યો હતો ત્યાં તેને ઇલે.શોટ લાગતા સારવારમાં ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે ટીસી ઉપર કોઈ પક્ષી ફસાઈ ગયેલું હોય તેને કાઢવા માટે લાકડી વડે તે પક્ષીને કાઢી રહ્યો હતો જોકે લાકડી પાણીના લીધે ભીની હોવાથી તેને શોટ લાગ્યો હતો જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

જાંબુડીયા અકસ્માત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ નજીકના નવી બની રહેલી આરટીઓ કચેરી પાસેથી બેભાન હાલતમાં આશરે ચાલીસેક વર્ષીય અજાણ્યા પુરુષને ૧૦૮ વડે સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે.જ્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા મોહનભાઈ કુડાભાઈ જાદવને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.મોરબીના લખધીરપુર રોડ ઉપર એટમ સિરામીક પાસે રહેતા ગાંધીરામ બીસ્વા નામના ૩૧ વર્ષના યુવાનને યુનીટમાં કામ દરમિયાન સાપ કરડી જતા સારવારમાં ખસેડાયો હતો.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડના ખૂણા પાસે વિશાલ ફર્નિચર નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ઇજાગ્રસ્ત આશરે પાંત્રીસેક વર્ષીય અજાણ્યા યુવાનને ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લવાયો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.બનાવ સ્થળ ઉપરથી તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે યુવાન કાનમાં હેન્ડસ ફ્રી લગાવીને રોડ ક્રોસ કરતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયો હતો જેથી ઇજાઓ થતા તેને સારવારમાં લઈ જવાયો હતો જોકે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ માટે રાજકોટ જતા ઉપરોકત યુવાન રાજકોટ હોસ્પિટલ ખાતેથી રજા લઈને ચાલ્યો ગયો હોય અજાણ્યા યુવાનની ઓળખ થઈ શકી ન હતી






Latest News