મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કુંભારીયા-હળવદમાં જુગારની બે રેડ: પાંચ જુગારી પકડાયા, ૩ નાશી ગયા


SHARE





















મોરબી જીલ્લામાં કુંભારીયા-હળવદમાં જુગારની બે રેડ: પાંચ જુગારી પકડાયા, ૩ નાશી ગયા

મોરબી જીલ્લામાં કુંભારીયા અને વેણાસર ગામની વચ્ચે આવેલ કેનાલ પાસે તેમજ હળવદ ટાઉન જંગરીવાસ પાછળ તલાવના કાંઠે જુગારની બે રેડ કરી હતી ત્યારે પોલીસે કુલ મળીને પાંચ જુગારીને પકડી લીધા હતા જો કે, ત્રણ જુગારીઓ નાશી ગયા હતા જેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

માળીયા તાલુકાનાં કુંભારીયા અને વેણાસર ગામની વચ્ચે આવેલ કેનાલ પાસે ખુલ્લા પટમા જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી જો કે, છ જુગારીઓમાથી પોલીસે ત્રણ જુગારીને ઝડપી લીચા હતા જેમાં ચંદુલાલ બચુભાઇ ધામેચા, કીશોરભાઇ હરજીભાઇ મેવાળા અને બળદેવભાઇ રાણાભાઇ સીસણોદા મળી આવેલ છે જો કે, ત્રિકમભાઇ રામજીભાઇ પંચાસરા, સંજયભાઇ સોંડાભાઇ ઠાકોર અને અનિલભાઇ ભુદરભાઇ મોરતરીયા પોલીસને જોઈને નાશી ગયા હતા જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે હાલમાં પોલીસે પકડાયેલા જુગારીઓ પાસેથી રોકડા રૂપીયા ૧૧૬૦૦ કબજે કરેલ છે

હળવદ ટાઉન જંગરીવાસ પાછળ તલાવના કાંઠે જાહેરમા જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી અને અસીમભાઇ અકબરભાઇ ભટી તથા ધર્મેન્દ્રભાઇ પ્રદીપભાઇ જોષી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૬૨૦૦ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી










Latest News