મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીના વૃદ્ધાશ્રમ તેમજ બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજા


SHARE







મોરબીના વૃદ્ધાશ્રમ તેમજ બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં PWD અંતર્ગત કાઠીયાવાડ નિરાશ્રિત સંચાલિત વૃદ્ધાશ્રમ મોરબી તેમજ બી.આર.સી.ભવન મોરબી ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ(SVEEP) કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એમ.કાથડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકશાહીમાં એક એક મતનું આગવું મહત્વ છે. દિવ્યાંગ મતદારોને પણ તેમના અમૂલ્ય મતનું મહત્વ સમજાવી મતદાન કરવા તેમણે પ્રેત્સાહિત કર્યા હતા તથા મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ સુધારા વધારા માટે પણ અપીલ કરી હતી. આ તકે મતદાર યાદી સંબંધિત ફોર્મ નંબર ૬, ફોર્મ નંબર ૬(B), ફોર્મ ૮ વગેરે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. ઉપરાંત PWD APP તથા Voter Helpline અંગે દિવ્યાંગ મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ PWD APP પણ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના ૪૩ અંતેવાસી તેમજ ૩૫ દિવ્યાંગ લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મતદાન જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં PWD નોડલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.એફ.પિપલીયા તેમજ ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, મોરબીના નાયબ મામલતદાર જી.એસ.જાડેજા તેમજ બી.એલ.ઓ. વગેરેએ  કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




Latest News