મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એલસીબીની ટીમે જુગારની બે રેડ કરી: ૧૨ જુગારી ૧.૦૨ લાખની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીમાં એલસીબીની ટીમે જુગારની બે રેડ કરી: ૧૨ જુગારી ૧.૦૨ લાખની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર અને સનાળા ગામ પાસે આવેલ શ્રીજી એસ્ટેટના કારખાનામાં એલસીબીની ટીમ દ્વારા જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૧૨ જુગારી મળી આવ્યા હતા અને પોલીસે તેઓની પાસેથી ૧૦૨૮૦૦  રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ એરોસ સીરામીક સામે કરિયાણાની દુકાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા આવવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ધનજીભાઈ વલ્લભભાઈ વરાણીયા, મનોભાઈ બટુકભાઈ વરાણીયા, હકાભાઇ લાલજીભાઈ સનુરા, પ્રકાશભાઈ સોમાભાઈ પાટડીયા, બટુકભાઈ ધનજીભાઈ ભોજવીયા અને અર્જુનભાઈ જયસુખભાઈ વરાણીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૫૫૮૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ મોમાઈ મોટર વાળી શેરીમાં શ્રીજી એસ્ટેટના પ્લોટમાં આવેલ કરિશ્મા કારખાનામાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે કારખાનામાં ચોકીદાર તરીકે કામ કરતો મહંમદભાઈ ખમીસા સંધિ બહારથી માણસોને બોલાવીને ત્યાં જુગાર રમતો અને રમાડતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે મહમદભાઈ ખમીસા સંધિ, હીરાલાલ ભગવાનજીભાઈ ભાલોડીયા, મણીલાલ ડાયાલાલ કૂંડારીયા, મગનલાલ વાલજીભાઈ નારણીયા, રફિકભાઈ આદમભાઈ ફકીર અને રામભાઈ નારણભાઈ ભાન જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૪૭૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News