મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતી એક મહિલા સહિત ચાર પકડાયા


SHARE







મોરબીમાં જાહેરમાં જુગાર રમતી એક મહિલા સહિત ચાર પકડાયા-morbitoday

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓ દ્રારા શહેરના વીશીપરામાં રેડ કરવામાં આવેલ ત્યારે ચારગોડાઉન વિસ્તારમાં કરવામાં આવેલ રેડમાં એક મહીલા સહીત ચાર પતાપ્રેમીઓ જાહેરમાં જુગાર રમતા હોય ચારેયની રોકડ રકમની સાથે ધરપકડ કરીને તેઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વાઢીયા, વશરામભાઈ મેતા સહિતના સ્ટાફને મળેલ બાતમી આધારે તેઓએ શહેરના વીસીપરામાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ ઉપર ચાર ગોડાઉન નજીક રેડ કરી હતી.જ્યાં જાહેરમાં ચાર લોકો જુગાર રમી રહ્યા હોય તેઓની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમી રહેલા અલીયાસ અબ્દુલ કટિયા (૪૨), ઉંમરફારૂક હારૂન માણેક (૨૩), સબીર હારુન માણેક 24 અને હનીફાબેન અબ્બાસભાઈ બુચર (૩૨) રહે.વીસીપરા મોરબી નામના ચાર ઇસમોની જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપિયા ૧૫,૩૫૦ સાથે ધરપકડ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલ નજરબાગ પાસે ભડીયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજ સામેના વિસ્તારમાં રહેતો દેવેન્દ્રકુમાર રાજેન્દ્રસિંહ નામનો ૩૫ વર્ષીય પરપ્રાંતીય યુવાન મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે તિરૂપતિ સિરામિક નજીકથી બાઈક લઈને જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા બેભાન હાલતમાં ૧૦૮ વડે શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો અજય ભગવાનજીભાઈ દેગામા નામનો ૨૫ વર્ષનો યુવાન મોરબી-વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યારે લાલપર ગામની પાસે આવેલ કેનાલ નજીક તેનું બાઈક સ્લીપ થઈ જતા વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા અજયભાઈ દેગામને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News