વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના આમરણમાં પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના આમરણમાં પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

રબી તાલુકાના આમરણ ગામે પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સો દ્વારા ઢીકા પાટુનો માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના આમરણ ગામે ડાયમંડનગરમાં રહેતા મહેશભાઈ મનસુખભાઈ બોડા જાતે પટેલ (ઉંમર ૪૫) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાસમભાઈ નજુભાઈ તૈલી અને ભોલો નજુભાઈ તૈલી રહે.બંને આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યું છે કે, ગઈકાલે બપોરના શાળા ૧૦ વાગ્યાના અરસામાં તે આમરણ પાસે હતા ત્યારે પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને જેમ ભાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા મહેશભાઈ દ્વારા કાસમભાઇ અને ભોલો બંનેની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીની મોચી શેરી વિસ્તારમાં રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૩ વર્ષના વૃદ્ધને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી નજીકના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિર પાસે રહેતા ભોળાભાઈ મલાભાઇ દેત્રોજા નામના ૫૫ વર્ષીય આધેડને તેમના ઘેર તેમના પત્ની અને પુત્રો દ્વારા માર મારવામાં આવતા તેમને પણ સારવારમાં લઇ જવાયા હતા.

વાહન અકસ્માતમાં બેને ઇજા

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા કાનજીભાઈ કાળાભાઈ ઘુમલીયા (૬૪) અને જતીન બેચરભાઈ જેતપરિયા (૩૭) બંને બાઈકમાં ડબલ સવારીમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલ નજીક રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બંને ઇજાગ્રસ્તોને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના માથક ગામે રહેતા ઉષાબેન મુકેશભાઈ ચૌહાણ નામની ૩૪ વર્ષની મહિલા હળવદ પાસે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે બાઈકની ઓચિંતાની બ્રેક મારવામાં આવતા તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.




Latest News