ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના શક્તિનગર-હળવદના દેવળીયામાં જુગારની બે રેડ: ૧૩ જુગારી ઝડપાયા


SHARE







ટંકારાના શક્તિનગર-હળવદના દેવળીયામાં જુગારની બે રેડ: ૧૩ જુગારી ઝડપાયા

ટંકારાના શક્તિનગર ગામે અને હળવદ તાલુકાના દેવળીયા ગામે જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૩ જુગારીઓ ૬૦૧૦૦ ની રોકડ સાથે પકડાયા હતા જેથી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

ટંકારાના શક્તિનગર ગામે પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગાની રેડ કરવામાં આવતા ભાવેશભાઈ સવજીભાઈ સંઘાણી, વિજયભાઈ હંસરાજભાઈ ભાગિયા, જીગ્નેશભાઈ ભવનભાઈ પાલરીયા, ચંદ્રકાંતભાઈ જસમતભાઈ સંઘાણી, ગણેશભાઈ કરશનભાઇ ભાગીયા, વસ્તાભાઈ મોતીભાઈ મૂછારા, જાદવજીભાઈ કરસનભાઈ ભાગીયા અને નરભેરામભાઇ જસમતભાઈ સંઘાણી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૫૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદ તાલુકાના દેવળીયા ગામે સીમમાં વોકડાના કાંઠે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા શંકરભાઈ રામજીભાઈ ભોરણીયા, રમેશભાઈ મનજીભાઈ માલાસણા, કાંતિભાઈ ભૂદરભાઈ જોટાણીયા, અરવિંદભાઈ લક્ષ્મણભાઈ ભોરણીયા અને પ્રકાશભાઈ રૂગનાથભાઈ ભોરણીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૪૫૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News