ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

રાજકોટ જિલ્લા પંચાયતના માજી પ્રમુખના દીકરા સાથે મોરબીમાં કર્મચારી સહિત બે શખ્સોએ કર્યો વિશ્વાસઘાત


SHARE







રાજકોટ જિલ્લા પંચાયતના માજી પ્રમુખના દીકરા સાથે મોરબીમાં કર્મચારી સહિત બે શખ્સોએ કર્યો વિશ્વાસઘાત

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપના ધરાવતા રાજકોટ જિલ્લા પંચાયતના માજી પ્રમુખના દીકરાએ ત્યાં કામ કરતા કર્મચારી અને તેના ભાઈની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પેટ્રોલ વેચાણની રકમ પેટ્રોલ પંપમાં જમા કરાવવાના બદલે તે કર્મચારીએ તેના ભાઈને રોકડા રૂપિયા આપી દીધા હતા અને તેઓની સાથે વિશ્વાસઘાત કર્યો છે જેથી પોલીસે પેટ્રોલ પંપના માલિકની ફરિયાદ લઈને તેના કર્મચારી અને કર્મચારીના ભાઈ આમ બે શખ્સોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી હોય તો પ્રમાણે મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલ માળિયા ફાટક ચોકડી નજીક ધરતી પેટ્રોલ પંપ ધરાવતા અને જૂની પીપળી ગામે રહેતા રાજકોટ જિલ્લા પંચાયતના માજી મહિલા પ્રમુખ હંસાબેન પારઘીના દીકરા વિજયભાઈ જેઠાભાઇ પારઘીએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કર્મચારી ભરતગીરી લક્ષ્મણગીરી બાવા જાતે ગોસ્વામી રહે ગંગવા ગામ બનાસકાંઠા અને તેના ભાઈ રમેશગીરી લક્ષ્મણગીરી બાવા જાતે ગોસ્વામી રહે, ગંગવા ગામ જિલ્લો બનાસકાંઠા વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગઈકાલે બપોરના ૨:૩૦ વાગ્યાના અરસામાં ભરતગીરી બાવાએ રાત્રિ દરમિયાન પેટ્રોલ પંપએથી પેટ્રોલ ભરવાની કામગીરી  દરમ્યાન તેની પાસે આવેલ ૭૮૫૦૦ પેટ્રોલ વેચાણના રૂપિયા પેટ્રોલ પંપમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત કાયદા માટે રાખીને તે રૂપિયા તેને પોતાના ભાઈને આપી દીધા હતા અને ત્યારબાદ બંને ભાઈઓ ભાગી ગયેલ છે જેથી હાલમાં વિજયભાઈની ફરિયાદ લઈને તેના કર્મચારી અને કર્મચારીના ભાઈ આમ બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૮ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગર ગામ પાસેથી વાતચીત કરતા પસાર થતાં ધનજીભાઈ ઉર્ફે રાજ દેવજીભાઈ પરમાર (૩૪) અને તેના મિત્ર અશોકભાઈને અજાણી રિક્ષાના ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદી યુવાનને આંખ પાસે અને ગાલ ઉપર ઇજા થઈ હતી તેમજ છાતીના ભાગે પાસળીમાં ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને અજાણ્યા રીક્ષા ચાલે સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધનજીભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News