ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રાખડી બાંધવ સાથે આવવાની પતિએ ના કહેતા પત્નીએ કર્યો આપઘાત


SHARE







મોરબીમાં રાખડી બાંધવ સાથે આવવાની પતિએ ના કહેતા પત્નીએ કર્યો આપઘાત

ગઈકાલે રક્ષાબંધનના પર્વની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી અને બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી ત્યારે જો વાત કરીએ મોરબીની તો જસમતગઢ ગામે વાડી વિસ્તારની અંદર રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ ભાઈ પાસે રાખડી બાંધવા જતા સમયે પતિએ સાથે આવવાનું કહ્યું હતું જો કે, તે સાથે ન જતાં મહિલાને લાગી આવ્યું હતું જેથી કરીને મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના જસમતગઢ ગામે વલ્લભભાઈ હીરાભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લલિતભાઈ નગરસિંગ માવી જાતે આદિવાસીના પત્ની ગીતાબેન માવી (૧૯)એ ગઈકાલે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે દરમ્યાન ઝેરી દવા પી લેનાર મહિલાના પતિ લલીતભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ગઈકાલે રક્ષાબંધન હોય તેમના સાળા તેઑ જે જગ્યાએ કામ કરે છે તેની બાજુની વાડીએ જ કામગીરી કરતા હોય તેમની પત્નીએ રાખડી બાંધવા માટે ત્યાં જવાનું કહ્યું હતું ત્યારે તેઓની તબિયત સારી ન હોવાથી તેમણે સાથે આવવાની ના કહી હતી જેથી કરીને ગીતાબેનને લાગી આવતા ગીતાબેન માવીએ જેવી દવા પી લીધી હતી અને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જો કે, સારવાર  દરમ્યાન તે મહિલાનું રાજકોટ ખાતે મોત નીપજયું છે જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

૩ બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ડબલ થવાની બાઈક પસાર થતું હતું જે બાઈકને રોકીને પોલીસે ચેક કરતા બાઇક પર જઈ રહેલા શખ્સોને ચેક કરતાં તેની પાસેથી ત્રણ બોટલ દારૂની મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૧૨૫ ની કિંમતનો દારૂ તથા ૩૦૦૦૦ ની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૩૧૧૨૫ રૂપિયાના મુદ્દામાલ સાથે સંજયભાઈ જેમાભાઈ ડાભી જાતે કોળી (ઉંમર ૨૧) રહે. સતાપર અને અજીતભાઈ જીવણભાઈ ધોરીયા જાતે કોળી (ઉંમર ૧૯) રહે. સત્તાપર વાડી વિસ્તાર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલી દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News