મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદના જુના વેગડવાવમાં પત્નીના વિયોગ અને બાળકોના ટેન્શનમાં યુવાને કર્યો આપઘાત


SHARE







હળવદના જુના વેગડવાવમાં પત્નીના વિયોગ અને બાળકોના ટેન્શનમાં યુવાને કર્યો આપઘાત

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા યુવાનની પત્ની થોડા સમય પહેલા મૃત્યુ પામેલ છે અને તેના બાળકો નાના હોય યુવાન બાળકોના ટેન્શનમાં રહેતો હતો અને યુવાને પોતાની જાતે ઝેરી દવા પીને હાલમાં આપઘાત કરી લીધેલ છે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા ડુંગર ઉર્ફે સીધાભાઈ રણછોડભાઈ જખવાડિયા (ઉંમર ૪૨)એ  સીમમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક ડુંગરભાઇના પત્નીનું થોડા સમય પહેલાં મૃત્યુ થયેલ છે અને તેઓના છોકરા નાના હોય તે બાળકોના ટેન્શનમાં રહેતા હતા અને તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના નવાગામે નથુભાઈ ગાંડુભાઈ કુંડારીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં રાકેશભાઇ પુંજાભાઇ કટારાના પત્ની મંજુબેન કટારા (ઉંમર વર્ષ ૨૨) કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓ અને તેમના પતિ રાકેશભાઈ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીસ પાસેથી વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો એક વર્ષનો છે અને તેને કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News