મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીને નવો જેતપર તાલુકો અને મોરબી પાલિકાને મહાપાલિકા દરરજો આપવા સીએમને માજી મંત્રીની રજૂઆત


SHARE







મોરબીને નવો જેતપર તાલુકો અને મોરબી પાલિકાને મહાપાલિકા દરરજો આપવા સીએમને માજી મંત્રીની રજૂઆત

મોરબીના સ્થાનિક લોકો, વિવિધ સીરામીક એસોસીએશનો, ટ્રસ્ટો અને જિલ્લાના સુગ્ન આગેવાનો તથા આસપાસના વિસ્તારમાં લોકોની સુવિધાઓ વધે તે માટે જયંતિભાઇ કવાડીયા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી અને માળીયા તાલુકાનું વિભાજન કરીને નવો તાલુકો આપવામાં આવે અને મોરબી પાલિકાને મહાપાલિકાનો દરરજો આપવામાં આવે તેની માંગ કરી છે

મોરબીના ઔદ્યોગિક એકમોના ઉદ્યોગપતિઓ સહિતના લોકો દ્વારા માજી મંત્રી જયંતિભાઇ કવાડીયાને રજૂઆતો કરવામાં આવી હતી તેના આધારે તેઓએ હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકામાં અંદાજે ૧૦૪ જેટલાં ગામો આવે છે અને જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પણ અમૂક ગામોનો સમાવેશ કરવામાં આવતાં મોરબી તાલુકો ૧૧૨ જેટલા ગામો થાય છે તેમજ માળીયા તાલુકાનો સમાવેશ થાય છે જેથી મોરબી અને માળીયા (મી) બે તાલુકાનું વિભાજન કરીને  નવો ત્રીજો તાલુકો જેતપર તાલુકો બનાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મોરબી દિન પ્રતિદિન ઔદ્યોગિક અને સામાજિક રીતે વિકસિત થતુ જાય છે ત્યારે ઉદ્યોગપતિઓ સહિતના દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને ધ્યાને લઈને મોરબી પાલિકાના તેમજ આજુબાજુના વિસ્તારની વસ્તીને જોતાં મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવે તે જરૂરી છે






Latest News