હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર અને મહામંત્રી વિરમભાઈ દેસાઇ બિનહરીફ


SHARE











ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર અને મહામંત્રી વિરમભાઈ દેસાઇ બિનહરીફ

ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની ત્રણ વર્ષની મુદ્દત પૂર્ણ થતા નવી કારોબારીની રચના કરવામાં આવી છે. જેમાં ટંકારા તાલુકામાં આવેલી ૯ તાલુકા શાળામાંથી ૧૦ પ્રતિનિધિ અને બીઆરસી ભવનમાંથી ૧ પ્રતિનિધિની પસંદગી કરવાની હોય છે તમામ પ્રતિનિધિઓની બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી. તમામ નવા પસંદ થયેલ પ્રતિનિધિઓની કારોબારી બેઠક લજાઈ કન્યા તાલુકા શાળા ખાતે રાખવામાં આવી હતી.

જેમાં ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફરની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા સંઘના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં મહામંત્રી તરીકે વિરમભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તરીકે જયેશભાઇ પેઢડીયા અને નિલેશભાઈ પટેલ, જિલ્લા પ્રતિનિધિ તરીકે નિમેષભાઈ ભાગીયા અને નીતિનભાઈ માંડવીયા, રાજ્ય પ્રતિનિધિ તરીકે ચુનીલાલ ઢેઢી, કોષાધ્યક્ષ તરીકે અશ્વિનભાઈ સદાતિયા, સહમંત્રી તરીકે ડાયાલાલ ડાંગર, પ્રચારમંત્રી તરીકે પંકજભાઈ ભોજાણી, સંગઠન મંત્રી તરીકે રસિકભાઈ વિરમગામા તેમજ કો.ઓપ્ટ. સભ્ય તરીકે ભાવેશભાઈ પેઢડિયા અને કિશોરભાઈ વસિયાણીની નિયુક્તિ કરવામાં આવી છે અને આ કારોબારી બેઠકના અધ્યક્ષ તરીકે મણીભાઈ કાવરે કામગીરી સંભાળી હતી. તેમજ સમગ્ર ટીમને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, ટંકારાના પૂર્વ પ્રમુખ છાયાબેન માકાસણા, પૂર્વ ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી, જયસુખભાઈ મેંદપરાએ શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News