મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડ ઉપર કારખાનામાં સ્ટેટ વિજલન્સની રેડ: ૬૨૨ પેટી જેટલો દારૂ ઝડપાયો


SHARE







મોરબીના રાજપર રોડ ઉપર કારખાનામાં સ્ટેટ વિજલન્સની રેડ: ૬૨૨ પેટી જેટલો દારૂ ઝડપાયો

મોરબીના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા કારખાનામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ૬૨૨ પેટીથી વધુ દારૂ અને ટ્રક સહિત કુલ ૪૨ લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવેલ છે

મોરબીના રાજપર જતાં રસ્તા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. અને રામદેવપીરના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાનામાં રેડ કરવામાં આવી હતી ત્યારે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૭૪૬૪ બોટલો જે ૬૨૨ પેટી જેટલો દારૂ કબજે કર્યો હતો અને અંદાજે ૩૨ લાખનો દારૂ અને ટ્રક સહિત અંદાજે ૪૨ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં ટ્રકના ડ્રાઈવર ચુનારામ મોટારામ ગોડારા જાતે જાત રહે. રાવતસરપ્રેમ સાગર જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને પકડેલ છે અને ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક ડેનિસ કાંતિલાલ પટેલ દ્વારા માલ મંગાવવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો મૂળ ભીમકટા અને હાલ શનાળામાં રહેતા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાએ મંગાવી આપ્યો હતો વધુમાં એવિ માહિતી સામે આવી છે કે રફાળેશ્વર રોડથી આશીર્વાદ ઈમ્પેક્ષનામાં દારૂ પહોચ્યો હતો અને ત્યાં દારૂ ઉતારવામાં આવ્યો હતો ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમે ત્યાં રેડ કરી હતી 






Latest News