મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો મળતો હોય તો પાલિકાના મહિલા પ્રમુખ સત્તા છોડવા તૈયાર !


SHARE







મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો મળતો હોય તો પાલિકાના મહિલા પ્રમુખ સત્તા છોડવા તૈયાર !

મોરબી શહેરને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સુંદર આદર્શ નગર બનાવવું હશે તો પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને ભાજપ શાસિત મોરબી નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા જો પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો તે સત્તા છોડવા તૈયાર છે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

મોરબીના ભાજપ અગ્રણી વિજયભાઈ લોખીલ દ્વારા મળેલી લેખિત રજૂઆત અન્વયે નગરપાલિકાના મહિલા પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે, વર્ષોથી રહેણાક વિસ્તારમાં વધારો અને વિકાસની ગતિ ધીમી હોય, ત્રિવ્ર ગતિથી મોરબીના વિકાસ માટે મહાપાલિકા બનાવવી અત્યંત આવશ્યક જણાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમજ મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને પત્ર લખીને રજૂઆત કરી છે.

મોરબી પાલિકાના મહિલા પ્રમુખએ યાદીમાં જણાવે છે કે, જો નગરપાલિકામાંથી તબદીલ કરીને મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે પરિવર્તિત કરવામાં આવશે, તો પ્રજાના હિત અને સુખાકારી માટે અને વિકાસને જંખતા મોરબી શહેર માટે પોતાની પ્રમુખ તરીકેની સત્તા તેમજ પોતાના વોર્ડના સુધરાઈ સભ્ય તરીકેનો હોદ્દો એટલે કે સત્તા છોડવા તેઓ તૈયાર છે. અને હાલમાં પાલિકામાં સત્તા ઉપર ભાજપ છે અને તમામ સભ્યો ભાજપના છે ત્યારે માત્ર વિકાસને માટે  મહાપાલિકાની તેઓએ રજૂઆત કરલે છે.






Latest News