મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વીજ ગ્રાહકોને ચિઠ્ઠીમાં બિલ લખીને આપવામાં આવતા ગ્રાહકોમાં આશ્ચર્ય !


SHARE











મોરબી જીલ્લામાં વીજ ગ્રાહકોને ચિઠ્ઠીમાં બિલ લખીને આપવામાં આવતા ગ્રાહકોમાં આશ્ચર્ય !

(શાહરુખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોને વીજબીલના બદલે ચિઠ્ઠીમાં તેઓના બિલ લખીને આપવામાં આવતા હોય લોકોમાં હાલમાં આશ્ચર્ય છે ત્યારે આ મુદ્દે જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ન માત્ર મોરબી પરંતુ સમગ્ર પીજીવીસીએલમાં હાલમાં બિલની સ્ટેશનરી નહીં શૉર્ટેજ હોવાના કારણે લોકોના બિલ મોડા ન થાય તે માટે ગ્રાહકોને ચિઠ્ઠીમાં તેઓના બિલની રકમ હોય છે તે લખીને આપવામાં આવી રહી છે અને જે કોઈ ગ્રાહકને તેમના બિલ જોઈતા હોય તે ઓનલાઇન પણ મેળવી શકે છે અને જો વીજ કંપનીની ઓફિસે આવશે તો તેઓને ત્યાંથી પણ બિલની પ્રિન્ટ કાઢી આપવામાં આવશે અને બિલની સ્ટેશનરીની જે હાલમાં શૉર્ટેજ ઊભી થયેલ છે તે દૂર થયા બાદ લોકોને રાબેતા મુજબ વીજ બિલ આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે

છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાના તાલુકાની અંદર વીજ ધાંધીયા હોય તેવું તો જોવા મળી રહ્યું છે તેની સાથો સાથ વીજ કંપનીમાં હવે વીજ બિલ પ્રિન્ટ કરાવવાના પણ તૂટ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે કેમકે મોરબી જિલ્લાના વાંકાનેર સહિતના વિસ્તારોની અંદર વીજ ગ્રાહકોને તેઓના વીજ વપરાશના બિલ જે રાબેતા મુજબ મળતા હોય છે તે બિલ આપવાના બદલે અત્યારે વીજ કંપનીના અધિકારી અને કર્મચારી દ્વારા સાદી ચિઠ્ઠીમાં તેઓના વીજબિલની રકમ લખીને આપવામાં આવે છે તેના આધારે વીજબીલની રકમ વીજ કંપનીમાં જમા કરાવવા માટેની સૂચના આપવામાં આવી રહી છે જેથી કરીને આ બાબતે વાંકાનેરના વીજ કંપનીના અધિકારી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ન માત્ર મોરબી જિલ્લાના વાંકાનેર પરંતુ સમગ્ર પીજીવીસીએલમાં બિલની સ્ટેશનરીની શોર્ટેજ ઊભી થઈ હોવાથી અત્યારે વીજ બીલ પ્રિન્ટ થયેલ નથી અને તેને વાર લાગે એમ હોય વીજ ગ્રાહકોના બિલ મોડા મળે તો તે લોકોની રકમ પણ મોટી થાય તેવી શક્યતા હોવાના કારણે હાલમાં વીજ ગ્રાહકોને તેમના ઘરે જઈને વીજ કંપનીના કર્મચારીના મોબાઇલમાં જે એપ્લિકેશન છે તેના આધારે બિલની રકમ કાઢી આપવામાં આવી રહી છે જોકે, કોઈપણ ગ્રાહકને વીજબિલની જરૂરિયાત હોય તો તે ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે અથવા તો વીજ કંપનીની ઓફિસે જાય તો તેને વીજબીલ પ્રિન્ટ કરીને આપવામાં આવશે અને આગામી સમયમાં જ્યારે વીજ બિલ માટેની સ્ટેશનરીની શોર્ટેજ દૂર થશે ત્યારબાદ રાબેતા મુજબ ગ્રાહકોને અગાઉ જે રીતે બિલ મળતા હતા તે રીતે જ બિલ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે






Latest News