મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામે વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડનારા બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE







મોરબીના ઉંચી માંડલ ગામે વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડનારા બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબી નજીકના ઉંચી માંડલ ગામે વૃદ્ધની ૧૫૫૦ ચોરસ મીટર જમીન પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે અને તેના આધારે લેઆઉટ પ્લાન મંજૂર કરાવનાર બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના ઉચી માંડલ ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે મવડી પોલીસ હેડ ક્વાર્ટર સામે સંકેત હાઇટ્સની બાજુમાં જીવરાજ પાર્કમાં રહેતા વિરજીભાઇ રામજીભાઈ કાલરીયા જાતે પટેલ (ઉમર ૬૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વલમજીભાઇ ભુદરભાઇ કાલરીયા રહે.અંજની સોસાયટી આલાપ રોડ મોરબી તથા પરેશભાઈ ધનજીભાઈ પાંચોટિયા રહે.ગૌતમ સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઉંચીમાંડલ ગામની સીમમાં સર્વે નંબર ૧૨૬/૧ પૈકી ૧ ની જમીનમાંથી આશરે ૧૫૫૦ ચોરસ મીટર જમીન પચાવી પાડવાના આશયથી આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદની જાણ બહાર બનાવટી સંમતિપત્ર બનાવીને નગર નિયોજક પાસેથી લેઆઉટ પ્લાન મંજૂર કરાવી જમીનનો વપરાશી હક્ક દર્શાવી બનાવટી દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો જેથી કરીને હાલમાં વૃદ્ધે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરલે છે.

મારામારીમાં ઇજા
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે થયેલ મારામારીમાં સુરેશ મહેન્દ્રભાઇ દવે અને ચિરાગ મહેશભાઈ રાવત નામના બે યુવાનોને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.જયારે મોરબીના વાવડી ગામે આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા અંબારામભાઈ મનજીભાઈ પરમાર મોરબીના સામાકાંઠે આવેલ જીઈબી કચેરી પાસેથી પગપાળા જતા હતા ત્યારે રસ્તામાં કોઈ કાર ચાલકે તેમને હડફેટે લેતાં ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને પણ સારવારમાં ખસેડાયા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
વાંકાનેરનો રહેવાસી ભાવિન ચંપકભાઈ ઘટોડીયા નામનો ૩૬ વર્ષેીય યુવાન મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામની પાસે આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ નજીકથી બાઈકમાં જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇકને કોઇ ટ્રક ચાલકે હડફેટ લેતા ભાવિનને ઇજાઓ થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક લજાઈ ચોકડીની પાસે આવેલ રેન્મનેસ પેપર મીલમાં રહીને કામકાજ કરતા રાજુભાઈ વર્મા નામનો ૨૮ વર્ષેીય યુવાન પગપાળા જતો હતો ત્યારે તેને સાપ કરડી જતા તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.





Latest News