મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે નિંદ્રાધીન બે મહિલાને કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા એકનું મોત


SHARE











મોરબીના ભરતનગર ગામે નિંદ્રાધીન બે મહિલાને કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા એકનું મોત

મોરબીના માળીયા હાઈવે ઉપર ભરતનગર ગામ પાસે આવેલ પાર્ટીકલ બોર્ડના કારખાનાની અંદર આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં લોડર ચાલકે બે નિંદ્રાધીન મહિલાઓને હડફેટે લીધી હતી જે પૈકી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતા તેના ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યું હતું જ્યારે એક મહિલાને ઇજા પહોંચી હોય તેણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર રવાપર (નદી) ગામની સીમમાં ભરતનગર આઇટીઆઇની પાછળ આવેલ એક્સ્પર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં એક ઇસમે તેના હવાલાનું લોડર બેદરકારીપૂર્વક હંકારતા નિંદ્રાધીન ભુરીબેન દીપકભાઈ પારઘી (ઉમર ૨૨) અને રાધિકાબેન પથુભાઈ મોહિની (ઉમર ૨૧) હાલ બંને રહે.એકસપર્ટ પાર્ટીકલ બોર્ડ જુના સાદુરકાની સિમ ભરતનગર આઇટીઆઇ પાછળ મૂળ રહે.અચાવતા મધ્યપ્રદેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને દરમિયાનમાં ભુરીબેન દીપકભાઈ પારઘીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતા તેણીના ડેડબોડીને પીએમ માટે અહિંની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યારે આ બનાવની અંદર રાધિકાબેન પથુભાઈ મોહીની નામની એકવીસ વર્ષીય પરપ્રાંતીય મજૂર પરિણીતાને ઇજાઓ પહોંચી હોય તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. અને તેમના કહેવા મુજબ બંને મહિલા નિંદ્રાધીન હતી ત્યારે લોડર ચાલકે ટેન હડફેટે લીધી હતી અને એક મહિલાનું મોત નીપજયું છે 






Latest News