મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પર્યાવરણ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું


SHARE







મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પર્યાવરણ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના મંત્રી કેશુભાઈ દેત્રોજા અને દાતા સભ્ય બીરેન્દ્રસિંહ રાઠોડનાં જન્મ દિવસે પર્યાવરણની જાગૃતિનો સમાજમાં એક ઉમદા  સંદેશા માટે વૃક્ષા રોપણ કરી વૃક્ષોવાવો વરસાદ લાવો.. અને છોડમાં રણછોડના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતુ અને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા રાજપર( કું) ગામે બહુચર માતાજીના પટાંગણમાં અને રોડ રસ્તાની બાજુમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં દ્રીતીય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાનાં માર્ગદર્શનથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રેસિડેન્ટ ટી.સી.ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજામનસુખભાઇ જાકાસનીયા, પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઈ ચિખલિયા અને ગ્રામજનો તેમજ પર્યાવરણ પ્રેમી લોકો હાજર રહ્યા હતા.






Latest News