મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને તેના સાસરિયાએ ફિનાઇલ પીવડાવી દીધું


SHARE







મોરબીમાં પરિણીતાને તેના સાસરિયાએ ફિનાઇલ પીવડાવી દીધું

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગર ની બાજુમાં બૌધ્ધનગરમાં રહેતી પરિણીતાને તેના સાસુ-સસરા જેઠ અને નણંદ બળજબરીથી ફિનાઇલ પીવડાવી દીધું હતું જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ નજીકના પ્રેમજીનગર પાસે આવેલા બૌદ્ધનગરમાં રહેતા રાહુલભાઈ બારીયાના પત્ની મીનાબેન (૨૪) તેઓના ઘરે હતા ત્યારે સાસુ, સસરા, જેઠ અને નાણાંદે રાત્રે ૯ વાગ્યે બળજબરીથી ફિનાઇલ પીવડાવી દીધું હતું જેથી કરીને તેને તેના ભાઈ નવનીતભાઈને ફોન કર્યો હતો અને ત્યારબાદ ૧૦૮ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો એક વર્ષનો છે તેવું હાલમાં જાણવા મળ્યું છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે

પરિણીતા મળી આવી

મોરબી શહેરના રણછોડનગર વિસ્તાર પાસેથી મહિલા ગુમ થઈ હતી તે અંગેની તેના પતિ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને રામજીભાઈ કરશનભાઈ બારા (૩૮) ના પત્ની મીનાબેન રામજીભાઈ બારા (૩૭) ને શોધવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા દરમિયાન આ મહિલાને કાનજીભાઈ ભીમજીભાઇ ખટાણા સાથે છેલ્લા પાંચ મહિનાથી પ્રેમ સંબંધ હોય ગત તા. ૨/૫ ના રોજ જામનગર ખાતે ડિકલેરેશન કમ સમજૂતી કરાર લખાણ કરીને તે બંનેએ સાથે રહેવાનું નક્કી કરેલ છે જેથી પોલીસને તેની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે






Latest News