મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતાની દુકાને આવીને યુવતીના કૌટુંબિક ભાઈઓ સહિત સાત શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતાની દુકાને આવીને યુવતીના કૌટુંબિક ભાઈઓ સહિત સાત શખ્સોએ માર માર્યો

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુની નીશાળ સામે રહેતા આધેડના દીકરાએ પ્રેમ લગ્ન કરેલ છે અને હાલમાં તે જે યુવતી સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી ગયો છે તેના બે કૌટુંબિક ભાઈ સહિત કુલ મળીને સાત શખ્સો દ્વારા લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયાર સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના હાથે પગે અને પીઠના ભાગે માર મરવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુની નીશાળ સામે રહેતા ચંદુભાઇ જીવાભાઇ ઉઘરેજા જાતે કોળી (૫૧)એ હાલમાં કિશનભાઇ ભવાનભાઇ ભરવાડ અને ગોપાલભાઇ ભવાનભાઇ ભરવાડ રહે. બન્ને લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નિચર પાછળ મોરબી, સંજયભાઇ ભરવાડ, વાલજી ઉર્ફે વિપુલભાઇ ભરવાડ અને ત્રણ અજાણ્યા માણસોએ ત્રાજપર ખારી જુની નીશાળની સામે બે રિક્ષામાં લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયારો સાથે આવ્યા હતા અને ફરીયાદીનો દીકરો ગોપાલ આરોપી કિશનભાઇ ભવાનભાઇ ભરવાડ અને ગોપાલભાઇ ભવાનભાઇ ભરવાડની કૌટુંબિક બહેન પુજાબેન સાથે પ્રેમ લગ્ન કરેલ છે અને તે ભાગી ગયેલ છે આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને ફરીયાદીની દુકાને આવીને તેને ગાળો આપી હતી અને લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયારોથી માર માર્યો હતો જેથી પીઠ, બન્ને પગે તથા બન્ને હાથે મુંઢ ઇજાઓ થયેલ હતી અને ડાબા પગે ઢીચણથી નીચેના ભાગે ફેકચર થયેલ છે તેમજ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે ફરિયાદ નોંધવતા પોલીસે આઈ.પી.સી. કલમ ૧૪૩૧૪૭૧૪૮૧૪૯૩૨૩૩૨૫૫૦૪૫૦૬(૨) તથા જી.પી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News