મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ ૧૧૩ બાળકોને પ્રવેશ અપાયા


SHARE







મોરબી જિલ્લામાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ ૧૧૩ બાળકોને પ્રવેશ અપાયા

RTE ACT અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય તથા મોરબી જિલ્લા દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતી આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ મોરબી જિલ્લાની કુલ ૧૮૪ જેટલીબિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં મોરબી જિલ્લાની ૧૩૬૬ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી.

જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કી.મી.ની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં મોરબી જિલ્લામાં ૧૨૩૧ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં મોરબી જિલ્લામાં ૧૧૧૪ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવેલ હતો. પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેવા પામેલ મોરબી જિલ્લાની ૨૫૨ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુ થી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા મોરબી જિલ્લામાં ૨૭૪૩ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવેલ હતી અને RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તા.૧૭ ને મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૧૩ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ છે. અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.૨૩ ને સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે






Latest News