મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના ઇ-ગ્રામ વીસીઇઓએ પડતર પ્રશ્નો ઉકેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબી જીલ્લાના ઇ-ગ્રામ વીસીઇપડતર પ્રશ્નો ઉકેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ગુજરાત સરકારની ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વીસીઇ છેલ્લા ૧૫ વર્ષથી વગર પગારે કમિશન પર કામ કરે છે ત્યારે સરકાર દ્વારા વીસીઇના હિત માટે પગલા ભરવા જોઇએ પરંતુ વીસીઇના હીત માટે કોઇ પગલા ભરવામાં ન આવતા અને વીસીઇને કોઇ લાભ કે પગાર - ધોરણ બાબતે વિચારણા ન કરતા વીસીઇ મંડળ દ્વારા હાલમાં હડતાળ કરવામાં આવી છે અને આજે મોરબી જિલ્લાના ઇ-ગ્રામ વીસીઇપડતર પ્રશ્નો ઉકેવાની માંગ સાથે કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું

અગાઉ રાજય મંડળ દ્વારા સરકારની સમક્ષ વીસીઇના હિત માટે રજૂઆત કરવામાં આવી હતી અને વીસીઇ દ્વારા પીએમકિશાન, કૃષી સહાય, જન્મ-મરણ. વિગેરેની એંટ્રી કરેલ છે જેનું ચુકવણુ કરવામાં આવેલ નથી. અને છેલ્લા ૧૫ વર્ષથી કમિશન પર વીસીઇ કામ કરતાં હોય કમિશન વધવાને બદલે ધટયુ છે અને મોધવારીના સમયમાં કમિશન પર કામ કરવુ પોસાય તેમ ન હોઇ અને પગાર આપવામાં આવે, વીમા કવચ આપવામાં આવે તે સહિતની માંગણી સાથે ગત ૧૧ તારીખથી વીસીઇ દ્વારા હડતાળ કરવામાં આવેલ છે જો કે, હજુ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી આજે મોરબી જિલ્લાના વીસીઇ મંડળ દ્વારા કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાત્કાલિક તેઓની માંગણી સંતોષવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આ માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News