મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં ઘરમાંથી ૫.૪૩૦ કિલો ગાંજા સાથે એક પકડાયો: સુરતના ગુલાબને શોધવા કવાયત


SHARE







મોરબીના લાયન્સનગરમાં ઘરમાંથી ૫.૪૩૦ કિલો ગાંજા સાથે એક પકડાયો: સુરતના ગુલાબને શોધવા કવાયત

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલા લાયન્સનગરમાં રહેતા શખ્સનાં ઘરમાં ગાંજાનો જથ્થો હોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી જેના આધારે તે શખ્સનાં ઘરમાં રેડ કરી હતી ત્યારે ૫.૪૩૦ કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને સુરતનો શખ્સ આ માલ આપી ગયો હોવાની માહિતી સામે આવી છે જેથી પોલીસે તેની સામે પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા સમગ્ર મોરબી જીલ્લામાં એન.ડી.પી.એસ. ના કેસો શોધવા સુચના આપવામાં આવી હતી ત્યારે એસ.ઓ.જી.ના પીઆઇ જે.એમ.આલ તથા પીએસઆઈ પી.જી.પનારા અને સ્ટાફ કામગીરી કરી રહ્યા હતા દરમ્યાન હેડ કોન્સટેબલ મહાવીરસિંહ પરમારને મળેલ હકિકત આધારે શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલા લાયન્સનગરમાં ગાંજાની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઇકબાલભાઇ ફતેમહમદભાઇ મોવર મિયાણા (ઉ.૪૫) રહે. હાલ લાયન્સનગર મોરબી -૨ મુળ રહે.અંજીયાસર તા.માળીયા (મિ) વાળો તેના ઘરમાંથી ગાંજાનુ વેચાણ કરતાં મળી આવ્યો હતો અને તેના ઘરમાંથી પોલીસે ૫.૪૩૦ કિલો ગ્રામ ગાંજો જેની કિંમત ૫૪,૩૦૦ તેમજ એક મોબાઇલ, રોકડા ૧૨,૫૦૦, એક ડીજીટલ વજન કાંટો આમ કુલ મળીને ૭૨,૪૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે અને આ શખ્સને ગુલાબભાઇ રહે. કતારગામ સુરત વાળો ગાંજો આપી ગયો હોવાની માહિતી સામે આવી છે જેથી બંને આરોપી વિરુધ્ધ એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે જેથી પોલીસે બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ સબળસિંહ સોલંકી, શેખરભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, સતિષભાઇ ગરચર, ભાવેશકુમાર મિયાત્રા તથા અશ્વીનભાઇ લોખીલ દ્વારા કરવામાં આવી છે






Latest News