મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ૫.૬૧ લાખથી વધુની છેતરપિંડી કરનાર મહિલા સહિત બે ઝડપાયા


SHARE











મોરબીમાં ૫.૬૧ લાખથી વધુની છેતરપિંડી કરનાર મહિલા સહિત બે ઝડપાયા

મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં સર્કિટ હાઉસની પાછળના ભાગમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા યુવાનના પિતાને જુદીજુદી સ્કીમમાં રૂપિયા રોકવા માટે લાલચવીને દિલ્હીમાં રહેતી મહિલા સહિત બે શખ્સ દ્વારા છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી યુવાને ૫,૬૧,૯૪૯ ની છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલા સહિતના બે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટથી પાછળના ભાગમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા અને મંડપ સર્વિસનું કામ કરતાં વિશાલભાઈ નાનજીભાઈ મકવાણા (૪૧) એ દિલ્હીની મધુ શર્મા અને મહમદ અરશદ નામના બે વ્યકતીની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે ૧/૧/૨૦૨૧ થી લઈને ૨૬/૪/૨૦૨૧ દરમિયાન આરોપીઓએ તેના પિતા હયાત હતા ત્યારે તેઓની સાથે ફોન ઉપર વાત કરીને જુદી જુદી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને તેની સાથે વિશ્વાસ કેળવીને તેના પિતા પાસેથી ૫,૬૧,૯૪૯ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા જે રૂપિયા પરત નહીં આપીને ફરિયાદી તથા તેના મૃત પિતાની સાથે બન્નેએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ ૪૦૬૪૨૦  અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે મધુબેન મહેશભાઇ શર્મા (૪૧રહે, બાલાજી એંકલેવ ગણપતિ સોસાયટી ગ્રેટર નોઇડા બિસરત ગાજિયાબાદ યુપી મૂળ રહે. કબીર નગર સહદરા દિલ્હી અને મહોમ્મદઅરશદરજા જમીનદાર ખાન રહે, ન્યુ અશોક નગર વસુંધરા એંકલેવ નવી દિલ્હી મૂળ ધરમાઇ દેવરિયા અલાવલ તાલુકો ઇટાવા જિલ્લો ગૌંડા યુપી વાળાની ધરપકડ કરેલ છે






Latest News