મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોર પિતા-પુત્ર દ્વારા પઠાણી ઉઘરાણી !


SHARE







મોરબીમાં યુવાને વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોર પિતા-પુત્ર દ્વારા પઠાણી ઉઘરાણી !

મોરબી રવાપર ધુનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સીમાં રહેતા યુવાને ઊચા વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજ ચૂકવી આપ્યું હતું તો પણ વ્યાજખોર પિતા પુત્ર દ્વારા વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જમના એપાર્ટમેન્ટ નીચે બોલાવીને તેનું એ.ટી.એમ. કઢાવી લઇને આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભાઓગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ટવીન ટાવર બી-વીંગ બ્લોકનં.૭૦૧ માં રહેતા વિશાલભાઇ નરેન્દ્રભાઇ ગાંધી જાતે જૈન વાણીયા (ઉ.૩૭)એ નિરવભાઇ અશોકભાઇ ગંદા અને અશોકભાઇ ગંદા રહે. બંને રવાપર ઘુનડા રવાપર રેસીડન્સી જમના એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૧૦૩ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતા જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી આપેલ હોવા છતા પણ આરોપીઓએ તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરી હતી અને સતામણી કરી ફરીયાદીનુ બળજબરીથી આરોપી નિરવભાઇ અશોકભાઇ ગંદાએ એ.ટી.એમ. કઢાવી લઇ બંને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી યુવાને નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૪૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News